ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાઈક ચોરની ધરપકડ - Crime news of vadodara city

ગુરુવારે રાજગઢ પોલીસ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં વાહન ચેકિંગની કામગીરી દરમિયાન એક બાઈક સવારની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે તે બાઈક વડોદરાથી ચોરી હોવાનું કબૂલ્યું હતું. આથી રાજગઢ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાઈક ચોરની ધરપકડ
રાજગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાઈક ચોરની ધરપકડ

By

Published : Aug 6, 2020, 10:35 PM IST

પંચમહાલ: રાજગઢ પોલીસ દ્વારા ગુરુવારે વણશોધાયેલા ગુના ઉકેલવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ફાટક ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગની કામગીરી દરમ્યાન એક બાઈક સવાર આવતા તેને રોકવામાં આવ્યો હતો.

આ બાઈક સવાર પાસે પોલીસે બાઇકના દસ્તાવેજ માંગ્યા હતા. પરંતુ બાઈક ચાલકે દસ્તાવેજ બતાવવામાં ગલ્લાંતલ્લાં કરતા પોલીસે તેની અટકાયત કરી ઇ-ગુજકોપ સોફ્ટવેરમાં બાઈકના નંબરના આધારે તપાસ કરી હતી.

તપાસમાં આ બાઈક વડોદરાના કોઈ વ્યક્તિની હોવાનું ખુલ્યું હતું, જેને લઇને પોલીસ દ્વારા બાઈક સવારને સઘન પૂછપરછ કરતા તેણે આ બાઈક વડોદરાના હરણી ખાતેથી ચોરી હોવાનું જણાવ્યું હતું. આમ રાજગઢ પોલીસ દ્વારા બાઈક સાથે આ ઈસમની અટકાયત કરી વડોદરા ખાતેથી ચોરાયેલી બાઈકનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details