પ્રેમ અને પ્રકાશના પર્વ સમાન દિવાળીના તહેવારની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. તેમજ ફટાકડા વગર દિવાળીનો તહેવાર અધૂરો ગણવામાં આવે છે. પંચમહાલ વાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાના ફટાકડા ફોડતા હોય છે. પરંતુ, આ વખતે ફટાકડા બજારોમાં પરિસ્થિતિ ગત વર્ષ કરતા અલગ જોવા મળી રહી હતી.
પંચમહાલમાં દિવાળીના દિવસે જ ભીડ ઓછી જોવા મળતા વેપારીઓ ચિંતામાં
પંચમહાલ: પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દિવાળીના દિવસે ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમા આવેલા ફટાકડા બજારમાં મંદીનો માહોલ અને દિવાળીના દિવસે જ ઘરાકી ઓછી જોવા મળતા વેપારીઓ ચિંતામાં ગરકાવ થયા હતાં.
etv bharat
ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં ફટાકડા બજારમાં આ વખતે ગત વર્ષ કરતા ઓછી ઘરાકી જોવા મળતા ફટાકડાના વેપારીઓ ચિંતાતુર બન્યા હતાં. વેપારીઓ લાખો રૂપિયાના ફટાકડાનો માલ ભરીને બેઠા હોય છે. તેમજ તેમને આશા પણ હોય છે કે, દિવાળીના દિવસે ઘરાકી થશે, પણ આ વખતે દિવાળીના દિવસે ઘરાકી ઓછી જોવા મળી હતી. આ વખતે ફટાકડામાં 15 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો હતો. તેના કારણે પણ ઘરાકી ઓછી હોવાનુ અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે.