જાસૂસી પ્રવૃત્તિમાં સંડોવાયેલા યુવાનની NIA એ ગોધરાથી કરી ધરપકડ, ISI સાથે સંકળાયેલો હોવાનું અનુમાન
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથકે આવેલા ગોધરાના પોલન બજાર વિસ્તારમાંથી હૈદરાબાદ પોલીસે મોડી રાત્રે એક શખ્સની ધરપકડ કરી હતી. આ યુવાન ISI ના નેટવર્ક સાથે જોડાયું હોવાનું સામે આવ્યું છે.
ગોધરા: પાકિસ્તાનના ISI સંગઠનના સંપર્કમાં હોવાના આધારે ગત મોડી રાત્રે હૈદરાબાદ પોલીસ દ્વારા પંચમહાલ જિલ્લા ગોધરાના પોલન બજાર વિસ્તારમાંથી 37 વર્ષીય ઇમરાન જીતેલી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસને સાથે રાખી હૈદરાબાદની પોલીસે આ ઓપરેશન દ્વારા ગત મોડી રાતે ગોધરાના યુવાનની ધરપકડ કરી હતી. ગોધરામાં રહીને પાકિસ્તાન માટે આ યુવાન જાસૂસી કરતો હતો અને ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં મોકલતો હતો.
NIAએ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. ગુજરાતના ગોધરામાંથી ઇમરાન જીતેલી નામના એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાને ISIના મોડ્યુલથી જાસૂસીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે. ઇમરાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કામ કરી રહ્યો હતો અને કેટલીક સંવેદનશીલ અને સેનાની માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.
ઇમરાને ભારતીય નૌસેનાની જાસૂસી કરી હોવાનો આરોપ છે. NIA ગોધરામાં ઇમરાનને લઈને તપાસ શરૂ કરી છે. ઈમરાન અને નૌસેના અધિકારીના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે, વિશાખાપટ્ટનમ નૌ સેના જાસૂસીના મામલામાં ભારતીય નૌ સેનાના કેટલાક કર્માચારીઓના ખાતામાં રૂપિયા જમા કરવાના આરોપમાં સંવેદનશીલ અને વર્ગીકૃત ડેટામાં બદલામાં આપ્યા છે. જે પાકિસ્તાનના ઉપયોગમાં આવી શકે છે. ગોધરાના નિવાસી ઈમરાનની સોમવારે બિનકાયદાકીય ગતિવિધિ એક્ટ (UAPAA), 2019 અને અધિકારિક ગુપ્તતા અધિનિયમ, 1923 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
NIAના જણાવ્યાં પ્રમાણે, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સાથે સંબંધિત છે જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસોને ભારતમાં એજન્ટોની ભરતી કરી છે. જેનું કામ ભારતીય નૌસેનાના જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોના લોકેશન અંગે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું છે. આ ભેગી કરાયેલી તમામ જાણકારીને પાકિસ્તાન મોકલવામાં આવે છે. એજન્સીએ જણાવ્યું કે, આ મામલામાં આગળની તપાસ ચાલુ છે.