નવા વર્ષે પંચમહાલવાસીઓએ મંદિરોમાં શીશ ઝકાવ્યું - પંચમહાલ વાસીઓએ નવા વર્ષની શરૂઆત મંદિરમાં દર્શનથી કરી
પંચમહાલ: આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકો એકબીજાને સાલમુબારક અને હેપી ન્યૂ યર કહીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

new-year-celebrating-in-panchmahal
નવા વર્ષના દિવસે જિલ્લામાં આવેલા વિવિધ મંદિરોમાં દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા. જિલ્લાના જાણીતા એવા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ભીડ જામી હતી. લોકોએ મરડેશ્વર દાદાના દર્શન કર્યા હતા અને પોતાનું આવનારું વર્ષ સુખમય શાંતિમય રહે તેવી પ્રાર્થના કરી હતી.
પંચમહાલ વાસીઓએ નવા વર્ષની શરૂઆત મંદિરમાં દર્શનથી કરી