ગોધરા સિવિલની ગંભીર બેદરકારી, નવજાત બાળકને કૂતરાએ ફાડી ખાધું - ગોધરા સિવિલ હોસ્પિટલ
પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમમાંથી માતાના નવજાત શિશુને શ્વાન લઇ જતા શિશુનું મોત નિપજ્યું હતું.
પંચમહાલ : ગોધરા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમમાંથી નવજાત શિશુને શ્વાન લઇ જઇ ફાડી ખાતા માતાએ બાળક ગુમાવ્યું હતું.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ગોધરા તાલુકાના બખ્ખર ગામની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જોડિયા બાળકોમાં 1 છોકરો તેમજ 1 છોકરીને જન્મ આપ્યો હતો.
જોકે સાંજના 6 વાગ્યાના સમયે ડિલિવરી બાદ માતા તેમજ તેના નવજાત શિશુને સાથે ગાયનેક વિભાગના લેબર રૂમમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ વહેલી સવારે લેબર રુમમાંથી નવજાત શિશુને શ્વાન ખેંચી ગયો હતો. શ્વાન દ્વારા બાળકને ખેંચી જવા વખતે મહિલાના સગા દ્વારા બૂમાબૂમ કરવા છતાં પણ શ્વાન બાળકને લઈ જતો રહ્યો હતો.
જે બાદ ગોધરા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ગંભીર બેદરકારીને સામે આવી હતી.