પંચમહાલઃ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા પાવાગઢના માચી ખાતે જમીનમાં ખોદકામ દરમિયાન રાજા રજવાડાના સમયની પૌરાણિક તોપ ગોળા (Mythical cannon balls found in Pavagadh) મળી આવ્યા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા માચી ખાતે જિલ્લા પંચાયત હસ્તકની જમીનમાં (Mythical artillery found from the land of District Panchayat) ધર્મશાળા આવેલી છે. તે ધર્મશાળાને તોડીને નવી ઈમારત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈમારતના પાયાના ખોદકામ દરમિયાન જમીનમાંથી પૌરાણિક તોપ અને તોપના ગોળાનો ભંડાર મળ્યો હતો.
માચી ખાતે જમીનમાં ખોદકામ દરમિયાન રાજા રજવાડાના સમયની પૌરાણિક તોપ તથા ગોળા મળ્યા આ પણ વાંચો-માણો પંચાચુલી ગ્લેશિયરનો અદભુત નજારો, પૌરાણિક કથાઓ સાથે
ઘટનાસ્થળે લોકોની ભીડ જામી હતી
આ જમીનમાંથી પૌરાણિક તોપ અને તોપના ગોળાનો ભંડાર મળી (Mythical cannon balls found in Pavagadh) આવ્યો હતો, જેની જાણ પુરાતત્વ વિભાગને કરવામાં આવી હતી. ત્યારે પુરાતત્વની ટીમે ઘટનાસ્થળે પહોંચી (Panchmahal Archaeological Department) ખોદકામની કામગીરી અટકાવી હતી. પુરાતત્વ વિભાગ પણ આ સ્થળ પર પહોંચી ગયું હતું અને ખોદકામની કામગીરી અટકાવવામાં આવી છે. ખોદકામ દરમિયાન પૌરાણિક વસ્તુઓ નીકળી હોવાની વાતો વાયુવેગે ફેલાતા બનાવના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.
માચી ખાતે જમીનમાં ખોદકામ દરમિયાન રાજા રજવાડાના સમયની પૌરાણિક તોપ તથા ગોળા મળ્યા આ પણ વાંચો-મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો
ખોદકામની જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
માચી ખાતે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે જમીનમાં થોડા ફૂટ ઊંડે ખોદકામ કરતા મોટી સંખ્યામાં ગોળાકાર પૌરાણિક તોપના ગોળા અને લોખંડના સળિયા (Mythical cannon balls found in Pavagadh) મળ્યા હતા. જોકે, અહીં લોકોની ભીડ જામી જતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ ગોળાઓના ઈતિહાસ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.