ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ: નદીસર ગામે યુવકે યુવતીની હત્યા કરી - ટેલીવિઝન શો

પંચમહાલ જીલ્લાના મોટી કાંટડી ગામમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી તેના મૃતદેહને ખુલ્લી જમીનમાં દાટી દેવાની ઘટના બની છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

etv bharat
etv bharat

By

Published : Mar 22, 2020, 11:14 PM IST

પંચમહાલ: જીલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામમાં પોતાના ભાઈ અને માતા સાથે રહી આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવી યુવતી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. યુવતી ગુમ થયા હોવાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથક ખાતે તેની માતા દ્વારા નોધાવવામાં આવી હતી. યુવતી ગુમ થયા અંગેની ફરિયાદને લઈને પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી હતી.

યુવકે યુવતીની હત્યા કરી

મોટી કાંટડી ગામની યુવતી ગુમ થયા બાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ગુમ થનાર યુવતીને દિગ્પાલસિંહ લાકોડ નામના તેના જ ગામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. જેથી પોલીસ દ્વારા પ્રેમી યુવક દિગ્પાલસિંહ લાકોડની સમગ્ર મામલે પૂછ પરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા પ્રેમીની કરવામાં આવેલી તપાસ દરમિયાન પોલીસને યુવકે જણાવ્યું હતું કે, તેની પ્રેમિકા હીના સોલંકી સાથે તેને પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા 6 માસથી તેની સાથે કોઈ સંબંધ ન હતો.

પ્રેમી યુવક દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર પોલીસને શંકા જતા પોલીસે પ્રેમી યુવક અને ગુમ થયેલ યુવતીની કોલ ડીટેલની તપાસ હાથ ધરી હતી. કોલ ડીટેલના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે, યુવક દિગપાલસિહ અને યુવતી હીના વચ્ચે પ્રેમ સંબંધ હતો જ અને યુવતી જે દિવસે ગુમ થઈ હતી. તે દિવસે પણ બંને પ્રેમીના મોબાઈલ લોકેશન એક જ મળી આવ્યા હતા. જેથી પોલીસે પ્રેમી યુવક દિગપાલસિંહ પર વોચ રાખી વધુ તપાસ હાથ ધરી હતી.

યુવકની અટકાયત બાદ પોલીસે યુવકની સઘન પૂછપરછ કરી હતી. જેમાં યુવકે જ તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી હતી.યુવકે જ તેની પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને નદીસર ગામની સીમમાં આવેલા મહીસાગર નદી પાસે આવેલા એક કોતરની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદીને મીઠું નાંખી દાટી દીધી હતી.યુવતીના મૃત દેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.તેમજ હત્યાનો ગુન્હો નોધી આરોપી પ્રેમીની ધરપકડ કરી હત્યાનું કારણ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કરેલી તપાસ દરમિયાન પ્રેમી યુવક દ્વારા તેની પ્રેમિકાની હત્યા ટેલીવિઝન પર આવતી ધારાવાહિક ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા પરથી દુષ્પ્રેરણા લઈને કરી હોવાની પણ કબુલાત કરી હતી. પોલીસે આ બાબતે હત્યારા પ્રેમી દિગ્પાલસિંહ લાકોડની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details