ગુજરાત

gujarat

ETV Bharat / state

રેલવેનો મહત્વનો નિર્ણય, મુંબઇ-દિલ્હી વચ્ચેની મુસાફળી 13 કલાકમાં પૂર્ણ થશે - Indian Railways

ગોધરાની મુલાકાતે આવેલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કન્સલે કહ્યું કે, આગામી માર્ચ 2024 સુધીમાં સુપર ફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારી 160 પ્રતિ કલાક કરવામાં આવશે. 90-110ની ઝડપે મુસાફર ટ્રેન મુંબઈ દિલ્હીનું અંતર 15.35 કલાકમાં પૂર્ણ કરે છે, ત્યારે હવે રેલવેના મહત્વના નિર્ણય બાદ મુંબઈ દિલ્હી વચ્ચે મુસાફરી કરી રહેલા 35 હજારથી વધુ પ્રવાસીઓના મુસાફરીનો સમયની બચત થશે.

mumbai
ગોધરા

By

Published : Feb 23, 2020, 2:11 PM IST

ગોધરા રતલામ વચ્ચેના ટ્રેકના વળાંક ટ્રેનોની ઝડપ વધારવામાં અવરોધ રૂપ સાબિત થઈ રહ્યાં હતા. જે વર્ષોની મેહનત બાદ રેલવે વિભાગના સેક્શન ઈજનેરો દ્વારા મોટાભાગના વળાંકો દૂર કરવામાં આવ્યા છે. ગતિ વધારવાને લઇ જનરલ મેનેજર દ્વારા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે સાથે ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ નિર્ણયને આખરી ઓપના ભાગરૂપે કમિશનર ઓફ રેલવે સેફટી ટીમ દ્વારા ટ્રાયલ પણ લેવામાં આવ્યો હતો.

રેલવે વિભાગનો નિર્ણય, મુંબઇ-દિલ્હી વચ્ચેની મુસાફળી 13 કલાકમાં પૂરી થશે

બે દિવસ અગાઉ અંકલેશ્વરમાં ભારતીય રેલવેના સૌથી મોટું ઈ-ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કન્સલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટેક્નોલોજીથી માનવીનું મગજ બે ડગલાં આગળ હોય છે. જેથી આ પ્રકારના કૌભાંડ થતા હોય છે. અંકલેશ્વરમાં IRCTC વેબ દ્વારા ટિકિટનું કૌભાંડ આચરનાર અમિત પ્રજાપતિ નામના ઈસમને 8 કરોડ કિંમતની ઈ ટિકિટ સાથે રેલવેની આર.પી.એફ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કન્સલેરની ગોધરા મુલાકાત દરમિયાન પંચમહાલના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલ દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details