પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડે બંધ પડેલા લુણાવાડા-ગોધરા રેલમાર્ગને શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે ભારતના રેલ પ્રધાવ પિયુષ ગોયલને અનુરોધ કર્યો કે, જો આ રેલમાર્ગ સેવા શરૂ કરવામાં આવશે, તો બંન્ને જિલ્લાના લોકો એકબીજા સાથે સીધા જોડાઈ જશે. લુણાવાડા મહિસાગર જિલ્લાનું અને ગોધરા પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે. જે બંન્નેને એક બીજા સાથે સીધા જોડી શકશે.
પંચમહાલમાંથી અલગ થઇને મહિસાગર જિલ્લાની રચના કરવામાં આવી. જેથી મહિસાગર જિલ્લાના લોકોની પંચમહાલમાં અવર-જવર થતી હોય છે. આ ઉપરાંત લુણાવાડા અને આસ-પાસના લોકોને રેલવેમાં યાત્રા કરવા માટે ગોધરા જવું પડતું હતું. કારણ કે, ગુજરાતની બહાર જવા માટે ગોધરાથી ટ્રેન પકડવી પડતી હતી.