પંચમહાલ જિલ્લા પોલીસ વાહનચાલકોને ટ્રાફિકના નવા નિયમોથી જાગ્રત કરવા વિવિધ કાર્યક્રમ યોજી રહી છે. ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ માહિતી પત્રિકા આપીને નવા નિયમોની જાણકારી આપી રહ્યાં છે.
ટ્રાફિકના નવા નિયમની જાગ્રતા અંગે મોરવા હડફ પોલીસે ઝુંબેશ હાથ ધરી
પંચમહાલઃ રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટ અમલ આવ્યો છે, ત્યારથી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. પંચમહાલ જિલ્લામાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા ફૂલ આપીને ટ્રાફિકના નિયમને પાલન કરવાની સૂચના અપાઈ હતી.તો બીજા દિવસે નવા નિયમોની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, મોરવા હડફ પોલીસ તંત્ર વાહનચાલકોને નવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સૂચિત કરી રહ્યું છે.
ટ્રાફિકના નવા નિયમની જાગ્રતા અંગે મોરવા હડફ પોલીસે ઝુંબેશ હાથ ધરી
આમ, પોલીસ તંત્ર દ્વારા મોટર વ્હીકલ એક્ટ કાયદાની જાણકારી આપવાનો અનોખો પ્રયાસ કરાયો હતો. તેની સાથે મોરવા હડફ તાલુકા પાસેથી પસાર થતાં અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ પર નિયમ તોડતા વાહનચાલકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરાઈ હતી. તેમજ લાયસન્સ,આર સી બુક સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી.