પંચમહાલમાં શહેરા ખાતે આવેલા કેશવબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ હેલિકોપ્ટર મારફતે કાંકરી હેલીપેડ ખાતે ઉતરાણ કરીને સભા સ્થળે આવી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે પરેશ રાવલનુ સ્વાગત કર્યુ હતું.
પરેશ રાવલનું હાર્દિક પટેલના થપ્પડકાંડ પર નિવેદન, કહ્યું- આ ઘટનાની તપાસ થવી જોઇએ
પંચમહાલ: જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર અંતિમ દોરમાં ચાલી રહ્યો છે. ત્યારે શહેરામાં આવેલ કેશવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ઉપસ્થિત જનમેદનીને સભા સંબોધી હતી અને સભા દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં ક્ષમતા કરતા વધુ લોકો ઉમટ્યા હતા.
પરેશ રાવલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
પરેશ રાવલે પોતાની સ્પીચમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સભામાં પરેશ રાવલની નિહાળવા શહેરા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત પરેશ રાવલને હાર્દિક પટેલના હુમલાના સંદર્ભમાં પુછતા કહ્યું કે, હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ ઘટનાની પણ તપાસ થવી જોઇએ આ રીતે લોકશાહી ન ચાલે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.