પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનોનો રવિવારની વહેલી સવારથી સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ તમામ યુવાનોના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે 10 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પરંતુ, શોધખોળના અંતે જૂનાગઢથી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસેના વેકરા ગામના વોકળામાંથી કાર મળી આવી હતી, ત્યારબાદ જૂનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108ને જાણ કરાતા ક્રેઈનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવતા તમામ યુવાનો પાણીમાં ગરકાવ થયા હતાં. જેમાં ડૂબી જવાથી તમામના મોત નિપજ્યા હતાં.
પંચમહાલનાં લાપતા 4 યુવાનોના જૂનાગઢ પાસે કાર અકસ્માતમાં મોત
જૂનાગઢ: પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના લાપતા થયેલા ચાર યુવાનોની કાર જૂનાગઢ પાસે વોકળામાંથી મળી આવી હતી. જેમાં સવાર ચાર યુવાનોના મોત નિપજ્યા હતાં. બે દિવસ પહેલા ચાર યુવાનો ફરવા આવ્યા હતા. પરંતુ, રવિવારે વહેલી સવારથી ગુમ થયા હતા, ત્યારબાદ પોલીસે શોધખોળ ચાલું કરી હતી.
લાપતા 4 યુવાનોનું જૂનાગઢ પાસે કાર અકસ્માતમાં મોત
આ સમગ્ર બનાવ અંગે એસપી સૌરભસિંઘે DYSP પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે.બી.ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની 10 ટીમોને યુવાનોની શોધખોળમાં લગાવી હતી.