ગોધરા: પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા મિશન હોલ ખાતે યોજવામાં આવેલી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ - ગોધરાના સમાચાર
ગોધરા શહેરમાં આવેલા મિશન હોલ ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી.
![પંચમહાલ જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ યુથ કોંગ્રેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8867520-1062-8867520-1600573535933.jpg)
યુથ કોંગ્રેસ
આ કારોબારી બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તદ્પરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, જિલ્લા યુથ કોંગ્રેસ મિકી જોસેફ, મોરવા હડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વી. કે. ખાંટ ઉપસ્થિત રહ્યા હતા.આ કારોબારી બેઠકમાં ગુલાબસિંહ રાજપૂત દ્વારા ઉપસ્થિત યુવાનોને આગામી સમયમાં યોજાનાર વિવિધ ચૂંટણીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કોરોના મહામારી વચ્ચે પ્રચાર પ્રક્રિયા કેવી રીતે જાળવી શકાય વગેરે જેવી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.