ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં કોરોના કામગીરીની સમીક્ષા અંગે કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - પંચમહાલમાં કોરોનાvી સંખ્યા

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધા રહ્યા છે. ત્યારે પંચમહાલમાં કોવિડ-19ના કામગીરીની સમીક્ષા અર્થે વાહનવ્યવહાર કમિશનર રાજેશ માંજુની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. કોરોનાના કેસ વધવાની સ્થિતિમાં સારવાર અને બચાવ પ્રક્રિયાના અસરકારક વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ જરૂરી નિર્દેશો આપ્યા હતા. તેમણે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ સહિતની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવા નિર્દેશ આપ્યા હતા.

કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

By

Published : Jul 8, 2020, 8:20 PM IST

ગોધરા : જિલ્લામાં કલેક્ટર કચેરી, ગોધરા ખાતે વાહનવ્યવહાર કમિશનર રાજેશ માંજુની અધ્યક્ષતામાં કોવિડ-19ની સ્થિતિ અને કામગીરીને લઇ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસ સંક્રમણને લાગતી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવતા માંજુએ અનલોક તબક્કા હેઠળ સામાન્ય જનજીવન શરૂ થયું છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન જ જિલ્લામાં કોરોના કેસોમાં ભયજનક વધારો થતો અટકાવી શકશે તેમ જણાવ્યું હતું. તેમણે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના સરકારના આદેશનું કડક પાલન કરાવવા પર ભાર મૂક્યો હતો.

તેમણે પાર્ટીસિપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત કરાતા ટ્રેકિંગ અને ફોલોઅપ, એક્ટિવ સર્વેલન્સ, ઉકાળા વિતરણ અને ધન્વંતરિ રથની કામગીરીની વિગતો મેળવી હતી. કોરોના સંક્રમણ સામે સૌથી અસરકારક પરિબળ એવી રોગપ્રતિકારક શક્તિને સશક્ત કરવાની વ્યૂહરચના અંતર્ગત જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવા આરસેનિક આલ્બ-30ના વિતરણની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. સક્રીય કેસોની સંખ્યા વિશે માહિતી મેળવતા કેસો વધવાની સ્થિતિમાં આઈ.સી.યુ બેડ સહિતની સુવિધાઓમાં કેટલા સમયમાં વધારો કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

તેમ જ જરૂર પડે તો નર્સિંગ સ્ટાફ સહિતના સપોર્ટ સ્ટાફમાં ઉપયોગમાં લઇ શકાય તેવા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ સહિતનાને આઈ-ગોટ સહિતની જરૂરી તાલીમ આપવાની તૈયારી કરવા સૂચના આપી હતી. જિલ્લામાં કેસો વધે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓને જરૂરી માહિતી સમયસર મળી રહે તે માટે હેલ્પડેસ્ક સહિતની ચોક્કસ વ્યવસ્થાનું આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ડોક્ટર અને મેડિકલ સ્ટાફની સંખ્યામાં ટૂંકા ગાળામાં મોટો વધારો મુશ્કેલ વિકલ્પ છે ત્યારે સંક્રમણને મર્યાદિત રાખવાની વ્યૂહરચના જ કારગત નીવડે તેમ છે.

માજુંએ બચાવના ઉપાયોના પાલન સાથે સંક્રમણના કેસોને વહેલી તકે ટ્રેક કરી, અસરકારક સારવાર પુરી પાડી, સંપર્કમાં આવેલા વ્યક્તિઓ પર એક્ટિવ સર્વેલન્સ રાખીને જિલ્લામાં કોરોના સંક્રમણના વધારાને કાબુમાં રાખી શકાય છે તેવી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સઘન સર્વે અને સર્વેલન્સ કરવા જણાવ્યું હતું.


બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિતઅરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી રામ બુગલિયા, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા મુખ્ય તબીબ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details