પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં રાત્રીના સમયે લાકડાની ગેરકાયદેસર હેરાફેરીની ઘટનાઓ વધી હોય તેમ લાગી રહ્યું છે. શહેરા વનવિભાગની જે.કે. સોલંકી સહિતની શહેરા ટીમના અધિકારીઓએ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એક પંચરવ લાકડા ભરેલા ટેમ્પા સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી.
પંચમહાલ: શહેરા પંથકમાં લાકડા ભરેલા ટેમ્પા સહિત 1ની અટકાયત - શહેરા વનવિભાગ
પંચમહાલ: ગોધરા શહેરાના નરસાણા પાસેથી વન વિભાગે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લઇ જવાઇ રહેલા પંચરવ લાકડા ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. વન વિભાગે લાકડા ભરેલા ટેમ્પા સહિત એક વ્યક્તિની અટકાયત કરી હતી.
![પંચમહાલ: શહેરા પંથકમાં લાકડા ભરેલા ટેમ્પા સહિત 1ની અટકાયત panchmahal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5217173-thumbnail-3x2-godhra.jpg)
etv bharat
પંચમહાલના શહેરા પંથકમા લાકડા ભરેલા ટેમ્પા સહિત એક વ્યક્તિની અટકાયત કરી
વનવિભાગે શહેરા-નરસાણા માર્ગ ઉપરથી આ ટેમ્પો પકડી પાડ્યો હતો. અને શહેરા વનવિભાગની ઓફીસ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે, આ વિસ્તારમા ગેરકાયદેસર રીતે લાકડાઓની હેરાફેરી થતી હોવાની પણ લોકબુમો ઉઠતી રહે છે. વનવિભાગ દ્વારા આ મામલે વધુ કડક પેટોલિંગ કરવામા આવે તે પણ જરુરી છે.