પંચમહાલ : હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે, અને દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન છે. જેને લઈ ધંધા રોજગાર બંધ છે . અમીર ગરીબ તમામ હાલ નોકરી ધંધાથી બેકાર છે. જેમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકોની વાત કરીએ તો આ આદિવાસી વિસ્તારના લોકો મજૂરી કામ અર્થે ગુજરાતના મોટા મોટા શહેરો તેમજ અન્ય રાજ્યોમાં મજૂરી કામ માટે જતા હોય છે. કોરોનાએ દસ્તક દીધી ત્યારથી આ આદિવાસી પરિવાર પોતાના વતન આવી ગયા. પણ મહુડાનું વૃક્ષ તેમને લકોડાઉનના સમયમાં આર્શીવાદ સમાન સાબિત થયું છે.
મહુડોમાં ફેબ્રુઆરી મહિનાથી ફૂલ લાગવાના ચાલુ થાય છે. એ ફૂલ પાક્કા થઈને પીળા થઈને જમીન પર પડે છે. ત્યાર બાદ એ ફૂલની સૂકવણી કરી જે તે ખેડૂત દુકાન દાર પાસે વેચવા જાય છે. ખેડૂત 20 કિલોના 500 રૂપિયા થઈ લઈને 800 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે. એક મહુડાના વૃક્ષ પરથી એક સિઝનમાં 2 થી 5 હાજર જેટલી આવક મળતી હોય છે. આતો વાત થઈ કમાણીની હવે જો મહુડાના ફૂલના ઉપયોગની વાત કરીએ તો મહુડાના ફૂલ ખાવામાં સ્વાદમાં મીઠા હોય છે. તેમજ પશુ આહાર તરીકે પણ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. વધુ માં અન્ય રાજ્યોમાં મહુડાના ફૂલમાંથી મદિરા પણ બનાવવામાં આવે છે.