આ ગણેશ મંદિર 116 વર્ષ પુરાણું છે. જેમાં જમણી સૂંઢવાળા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ગણપતિની સ્થાપના લક્ષ્મીજીના કમળ દંડ પર કરવામાં આવી હતી. જેથી આ મંદિરનું નામ લક્ષ્મી વિનાયક રાખવામાં આવ્યું છે. લક્ષ્મી વિનાયક ગણેશની સ્થાપના ગજ મુખ યજ્ઞ, એટલે કે, હાથીની સૂંઢ વડે 1000 લાડુના હવન દ્વારા કરવામાં આવી હતી.
લુણાવાડામાં 115 વર્ષ જૂનું ગણપતિ મંદિર, જ્યાં જમણી સૂંઢાળા લક્ષ્મી વિનાયક - સૂંઢાળા
લુણાવાડા: પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો મહિમા વર્ષે વર્ષ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યાવરણને બચાવવા ઇકોફ્રેન્ડલી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહ્યા છે. ગાયકવાડી શાસનકાળથી એક મૂતિકાર એક જ આકારની અનેક મુર્તિ તૈયાર કરે છે.
1987માં લુણાવાડામાં સપ્તાહ કરવા આવેલા પૂ.ડોંગરેજી મહારાજ પણ ગણેશ મંદિરના દર્શન કરી અભિભૂત થયા હતા. 115 વર્ષ પહેલા સંવત 1959ના વસંતપંચમીના રોજ પૂર્ણાનંદજી મહારાજના હસ્તે ગજરાજના સ્વમુખે 1008 લાડુના હોમાત્મક યજ્ઞ કરી સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આસો વદ પૂનમે પાદુકા પૂજન રાખવામાં આવે છે.
આમ, ગણપતિની સ્થાપના કરી 10 દિવસ સુધી રાત્રે કથા તેમજ ભજન કીર્તન કરી ધૂમ ધામથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ વિસર્જનના દિવસે ચાંદીની પાલખીમાં સ્થાપના કરેલા ગણેશજીની શોભાયાત્રા કાઢી મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.