ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલ ખાતે લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો - પંચમહાલ ન્યૂઝ

પંચમહાલઃ જિલ્લાના હાલોલના આંતરીયાળ વિસ્તારમાં તબીબ યુવતીને લઘુમતી કોમના પરિણીત યુવાને ખોટું નામ ધારણ કરી મિત્રતા કેળવ્યા બાદ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા નવેક વર્ષથી દુષ્કર્મ આચાર્યું હોવાની ફરિયાદ યુવતીએ હાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

love jihad case
હાલોલ લવ જેહાદ

By

Published : Jan 10, 2020, 2:20 AM IST

મૂળ હિમાચલ પ્રદેશની છેલ્લા ઘણા વર્ષોથી હાલોલ ખાતે રહેતી યુવતી 2011માં પારુલ યુનિ.માં BHMSમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તેની મિત્ર દ્વારા ઋષિકેશ પટેલનું ખોટું નામ ધારણ કરેલા યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. યુવકે પોતે અમદાવાદમાં રહે છે અને પોતે અપરિણીત છે અને તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેમ જણાવ્યુ હતું. યુવક સાથે તેની ગાઢ મિત્રતા થતા શરીર સંબંધ પણ બાંધ્યા હતા અને તે દરમ્યાન યુવકે યુવતીના અશ્લીલ ફોટા પણ પડ્યા હતા. યુવતીને જાણવા મળ્યું હતું કે ઋષિકેશ પટેલ ખરેખર હિન્દુ નથી અને તે મુસ્લિમ છે. જેથી યુવતીએ યુવકને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મારુ નામ સાદિક ઇબ્રાહિમ મેમણ રહે. લાંબડીયા તા. પોસીના જી.સાબરકાંઠા અને હું પરિણીત છું અને મુસ્લિમ છું તેમ જણાવ્યું હતું.

હાલોલ ખાતે લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો

સાદિક હાલોલ આવ્યો હતો અને પરત જતી વખતે તેણે યુવતીને ધમકી આપી હતી કે જો તું લગ્ન કરીશ તો તારા અશ્લીલ ફોટા વાયરલ કરી દઈશ જેથી નાછૂટકે યુવતીએ તેની સાથે સંબંધ રાખવો પડતો હતો. ત્યારબાદ અમદાવાદ બોલવી યુવતીની મરજી વિરુદ્ધ ધમકી આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તે જતો રહ્યો હતો. હાલોલથી યુવતીના માતા પિતાનો ફોન આવતા યુવતીએ જણાવ્યું હતું કે તે અમદાવાદ છે જેથી તેના માતા પિતા અમદાવાદ ખાતે લેવા ગયા હતા. યુવતીએ તેની આપવીતી જણાવતા માતા પિતાએ હિંમત આપતા સાદિક વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાદિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે ભોગ બનનાર યુવતીની મેડીકલ તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલોલ તાલુકાની તબીબ યુવતીને સાબરકાંઠાના લાબડીયાના સાદિક ઈબ્રાહીમ મેમણે કોલેજ કાળ દરમિયાન મિત્રતા કેળવી નવ વર્ષ સુધી દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા વાયરલ કરી દઈશની ધમકી યુવતીને આપી હતી. પોલીસે સાદિકની મોડી રાત્રે ધરપકડ કરી છે અને ભોગ બનનાર યુવતીની તબીબી પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાદિકને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે અને સાબરકાંઠાના લાબડીયા ગામે અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે.

ABOUT THE AUTHOR

...view details