2014માં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ બીજી ટર્મ માટે 1 લાખ 70 હજાર મતથી વિજયી બન્યા હતા. પંચમહાલની જિલ્લાની 7 વિધાનસભા બેઠકો આવેલી છે. પંચમહાલ લોકસભા બેઠક પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. ઓબીસીમાં પણ ક્ષત્રિયોની સંખ્યા સૌથી વધુ છે. જેથી પહેલેથી જ આ બેઠક પર ઓબીસી ઉમેદવારો જીતતા આવ્યાં છે. આ ઉપરાંત ભાજપ બેઠકના મુસ્લિમ અને દલિત મતદારોને પણ નજરઅંદાજ ન કરી શકે.
પંચમહાલમાં પ્રભાતસિંહની નારાજગી ભાજપ માટે ગળાની ગાંઠ... - vk khant
પંચમહાલઃ 5 મહેલોના નામ પરથી પંચમહાલ તરીકે ઓળખતા આ જિલ્લામાં આઝાદી પૂર્વે રજવાડાંનો દબદબો રહ્યો, જેથી દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નિર્ણાયક પરિબળ બની રહે છે. મુસ્લિમોની વસ્તી હોવાથી ગોધરાકાંડ વખતે અહીંના સમાજિક જીવનને ખાસ્સો પ્રભાવ પડ્યો, જે દોઢ દાયકા પછી પણ સતત વકરતો જાય છે. ઉદ્યોગોની ગેરહાજરી, રોજગારની સમસ્યા, પાણીના અભાવે નબળી ખેતી, જેવા પ્રાથમિક મુદ્દાઓને બદલે અહીં ધાર્મિક ધ્રુવીકરણનો મુદ્દો રાજકીય દ્દષ્ટિએ હાવી બનતો આવ્યો છે.
પંચમહાલમાં સિંચાઇના પાણીની મુખ્ય સમસ્યા છે. આ ઉપરાંત યુવાનો બેરોજગાર છે. મોટાભાગના આદિવાસીઓને રોજગારીની શોધમાં મોટા શહેરો તરફ સ્થળાંતર કરવું પડ્યું છે. પંચમહાલ પંથકમાં આરોગ્યલક્ષીઓ સુવિધાઓ માટે સરકારી હોસ્પિટલનો પણ અભાવ છે. અતંરીયાળ ગામોમાં રસ્તાઓ અને ટ્રાન્પોર્ટેશન સુવિધાથી લોકો વંચિત છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે 5 વર્ષમાં 23.43 કરોડના વિકાસના કામો માટે ગ્રાન્ટ મળી. જેમાંથી ચૌહાણે 22.15 કરોડના વિકાસ કામો કર્યાં છે. પ્રભાતસિંહે 5 વર્ષ માટે માત્ર સણસોલી ગામને દત્તક લીધું હતું. આ સણસોલી ગામ હજી પણ વિકાસથી વંચિત જ રહ્યું છે. આ સિવાય સાંસદે પોતાના મત વિસ્તારમાં ઓછાં હાજર રહ્યાં છે. જેથી ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે.
આ વખતે ભાજપે પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી વર્તમાન ધારાસભ્ય રતનસિંહ રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. રતનસિંહ પ્રજામાં લોકપ્રિય નેતા છે, તો બીજી તરફ કોંગ્રેસે વી.કે.ખાંટ પર પસંદગી ઉતારી છે, જે ઓબીસી અને આદિવાસી સમાજ પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. પંચમહાલ બેઠક પર પ્રભાતસિંહની નારાજગી અને કોંગ્રેસના ઉમેદવારનું પ્રભુત્વ ભાજપ માટે આસાન નહીં હોય.