પંચમહાલ: ઘોઘંબા તાલુકાના જંગલોમાં માનવભક્ષી દીપડાઓએ આતંક મચાવ્યો છે. હાલ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે એકનાનું બાળક કુદરતી હાજતે ગયું હતું. તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો, પરંતુ તે બાળકનો બચાવ થયો હતો, ત્યારબાદ ચાઠા ગામની થોડી દૂર આવેલા વાવકુંડલી ગામના એક ફળિયામાં અઢી વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો.
ઘોઘંબાના ગામોમાં દીપડાનો આતંક, 2 બાળકો પર કર્યો હુમલો - Ghoghamba villages panchmahal
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચાઠા તેમજ સીમલિયા નજીક દીપડાએ 2 બાળકો પર હુમલો કર્યો હતો. આ દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
panchmahal
આ બન્ને બાળકોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. વરસાદ ખેંચતા અને જંગલોના નિકંદનને પગલે જંગલી જાનવરો માનવવસ્તી તરફ વળી રહ્યાં છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં પત્રિકાઓ વહેચી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે, ત્યારે જે વિસ્તારમાં માનવભક્ષી બનેલ દીપડાને પકડવા માટે પિંજરાની અંદર બકરી મૂકી દિપડાને પકડવાની કોશિશ કરવામાં આવી રહી છે.