- ગોધરામાં લીગલ સર્વિસ કેમ્પનું આયોજન
- વહીવટીતંત્ર દ્વારા વિવિધ યોજના વિશે જાણકારી મળી
- સહાયકારી યોજનાઓના લાભ મળતા લોકોમાં ખુશી જોવા મળી
પંચમહાલઃ પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ગઈકાલે રમેગા લીગલ સર્વિસ કેમ્પનું કાર્યક્રમ યોજાયો હતો. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત જીલ્લા મુખ્ય ન્યાયાધીશ જીઆર શાહની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ અને ન્યાયાધીશ સહિતની ઉપસ્થિતી રહ્યા હતા.
પાન ઈન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની વિનામૂલ્યે અને સક્ષમ કાનૂની સહાય તેમજ વિક્ટીમ કોમ્પનશેસન, કાનૂની માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યું હતું.
વિવિધ વિભાગોને લગતા 18 યોજનાના સ્ટોલ ઉભા કર્યા
આ ઉપરાંત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વિવિધ ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વય વંદના સહાય, વિધવા સહાય, સંકટ મોચન સહાય, આવાસ યોજના, વ્હાલી દિકરી યોજના, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, આરોગ્ય કચેરીની વિવિધ યોજનાઓ, કુંવરબાઈનું મામેરૂ, કેદી સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, પંડિત દિન દયાલ આવાસ યોજના, પાલક માતા પિતા યોજના સહિતની વિવિધ વિભાગોને લગતા 18 યોજનાના સ્ટોલ ઉભા કરી લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓમાં એક જ સ્થળેથી વિવિધ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ મળતા ખુશી જોવા મળી હતી.
આ પણ વાંંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ ઉમેદવારી ફોર્મ ચકાસણી મુદ્દે પ્રદેશ ભાજપ લીગલ સેલની મિટિંગ મળી
આ પણ વાંંચોઃ હ્રિતિક-કંગના વચ્ચે મેઈલ વોર મામલો, મુંબઈ પોલીસે હ્રિતિક રોશનને મોકલ્યું સમન્સ