ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ઘોઘંબા ખાતે 4.94 બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે - પંચમહાલમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ

પંચમહાલ: જિલ્લાના ઘોઘંબા ખાતે રાજ્યના કૃષિ અને પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 300 જેટલી ટીમો દ્વારા જિલ્લાના 4.94 લાખ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી હાથ ધરાશે.

panchmahal
panchmahal

By

Published : Nov 26, 2019, 8:44 AM IST

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે રાજ્યના કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત નવજાત બાળકથી લઈને 18 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને આવરી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે.

પંચમહાલના ઘોઘંબા ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની 300 જેટલી આરોગ્યની ટીમો દ્વારા 2,043 સરકારી અને ખાનગી આંગણવાડીના કુલ 1,52,664 તથા 1,547 પ્રાથમિક શાળાના કુલ 2,50,069 અને 275 માધ્યમિક શાળાના 76,614 બાળકો સહિત અંદાજે 4.94 લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details