ગુજરાત

gujarat

ETV Bharat / state

મનરેગા યોજનાના મજૂરોને ત્રણ મહિનાથી નથી ચૂકવાઈ મજૂરી, કોંગ્રેસે આપ્યું તંત્રને આવેદન

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મનરેગા યોજનાના મજૂરોને મજૂરી ચૂકવાઈ નથી જે આક્ષેપ સાથે મોરવા હડફ તાલુકાના કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ દ્રારા જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

etv bharat
etv bharat

By

Published : Mar 5, 2020, 11:07 PM IST

પંચમહાલ: કોંગ્રેસ દ્વારા તંત્રને આપવામાં આવેદનમાં જણાવાયું હતું કે, "મોરવા હડફ તાલુકામાં તમામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં કામો ચાલે છે. જેમાં જમીન સમતલ માટી મેટલ પ્રધાન મંત્રી આવાસ યોજના, ચેકડેમ ઊંડા કરવા, કેટલ શેડ, બકરાઘર, પેવર બ્લોક વગેરેના કામો કેન્દ્ર સરકારના તમામ ગરીબ મજૂરોને 100 દિવસની રોજી આપવાનું નકકી થયેલું છે. જેમાં હાલમાં મોરવા હડફ તાલુકામા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનું તંત્રને આવેદન પત્ર

ગત ત્રણ માસથી મજૂરોને પૈસા ચૂકવાયા નથી. હોળીનો તહેવાર નજીક હોવાને કારણે તહેવાર સારી રીતે ઉજવાય તેવી અમારી માગણી છે. જો આ મામલે વેતન નહીં ચૂકવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું. આવેદન આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજિતસિંહ ભટ્ટી સહિત મોરવા હડફ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details