કહેવાય છે કે, ભગવાન બાળકોની પ્રાર્થના જલ્દી સાંભળી લે છે. જેથી પંચમહાલનાં સરહદી વિસ્તારમાં એક પરંપરા વર્ષોથી ચાલે છે. જ્યારે વરસાદ વરસે નહીં અને મેઘરાજાના કોઈ અણસાર ન હોય ત્યારે વરુણદેવને રીઝવવા માટે બાળકો દ્વારા વિશેષ રીતે પ્રાર્થના કરાઈ છે.
મેઘ તું વરસને અમ બાળ મનાવીએ તને! મેઘરાજાને રીઝવવાની વિશિષ્ટ પરંપરા - પ્રાર્થના
પંચમહાલઃ ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. પરંતુ, કેટલાક જિલ્લાઓ આજે પણ કોરાકટ છે. તેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં બાળકો માટીનો મેહુલીયો બનાવી ઘરે ઘરે ફરે છે. લોકો તેની ઉપર પાણી, અનાજ કે અન્ય ભેટ ચઢાવે છે. આવી અનોખી રીતે બાળકો મેઘરાજાને પાર્થના કરી રીઝવે છે.
મેઘ તું વરસને અમ બાળ મનાવીએ તને ! મેઘરાજાને રીઝવવાની વિશિષ્ટ પરંપરા
પંચમહાલમાં કાલોલ અને સાવલી તાલુકાના સરહદી ગ્રામ્ય વિસ્તારના નાના બાળકો માટીનો મેહુલિયો બનાવી ઘરે- ઘરે મેઘગીત ગાઈ મેઘરાજાને મનાવે છે. વરસાદનો સમય હોવા છતાં વરસાદ નહીં વરસતા વરુણદેવને મનાવવા બાળકો આજીજી કરી રહ્યા છે. મેવલિયો લઈ ફેરી ફરતા બાળકો ઉપર પાણી ચડાવી અનાજ કે ભેટ આપવાનો રિવાજ છે. બાળકો ઉત્સાહભેર પાણીથી લથબથ થઈ મેઘમહેર માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે આ બાળ વરુણ ભક્તોની પ્રાર્થના મેઘરાજા વહેલી તકે સાંભળે તેવી આશા વિસ્તારના લોકો રાખી રહ્યા છે.
Last Updated : Jul 29, 2019, 4:01 AM IST