ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ - Gujarat Politics News

ગુરુવારના રોજ પંચમહાલ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા-અંબાલી બેઠકનાં કામિનીબેન સોલંકીને પ્રમુખ તરીકે અને હાલોલ-તલાવડી બેઠક ના રમેશભાઈ કાભાઈ પરમારની ઉપ-પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ
પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ

By

Published : Mar 19, 2021, 7:53 PM IST

  • ગત ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ હતી સ્થાનિકસ્વરાજની ચૂંટણી
  • ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો
  • ગુરૂવારના રોજ જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની કરાઈ નિમણૂક

પંચમહાલ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગુરુવારના રોજ ગોધરા BRGF ભવન ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ગોધરા-અંબાલી બેઠકના મહિલા ઉમેદવાર કામિનીબેન ગોપાલસિંહ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે હાલોલ-તલાવડી બેઠકના રમેશભાઈ કાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત અન્ય ચૂંટાયેલા હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયત માટે પક્ષનાં નેતા, કારોબારી અધ્યક્ષ, દંડક સહિત અન્ય હોદ્દાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details