ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ગોધરામાં જોબ પ્લેસમેન્ટ 2020નું આયોજન કરાયું - પ્લેસમેન્ટ- 2020નું આયોજન કરાયું

જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરુ સંલગ્ન કોલેજના વિધાર્થીઓ માટે સરકારી પોલિટેક્નિક કોલેજના કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી કંપનીઓ દ્વારા રોજગાર વાચ્છુંકોના ઈન્ટરવ્યુ લઈને તેમને નિમણુક પત્રો આપવામાં આવ્યા હતા.

aa
ગોધરા ખાતે જોબ પ્લેસમેન્ટ- 2020નું આયોજન કરાયું

By

Published : Feb 13, 2020, 4:41 PM IST

Updated : Feb 13, 2020, 4:49 PM IST

પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદગુરુ સંલગ્ન કોલેજના વિધાર્થીઓ માટે સરકારી પોલિટેક્નિક કોલેજના કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી કંપનીઓ દ્વારા રોજગાર વાચ્છુંકોના ઈન્ટરવ્યુ લઈને તેમને નિમણુક પત્રો આપવામાં આવ્યા હતા.

ગોધરા ખાતે જોબ પ્લેસમેન્ટ- 2020નું આયોજન કરાયું

ગોધરા પાસે આવેલી ગદૂકપુર સરકારી પોલિટેક્નિક કોલેજ ખાતે શ્રીગોવિંદગુરુ સંલગ્ન કોલેજના વિધાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ 2020 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં પચમહાલ અને મહીસાગર જિલ્લાની મળીને કુલ 16 કૉલેજોના 1000થી વધુ રોજગારવાચ્છુંક વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આ જોબપ્લેસ મેન્ટ કાર્યક્રમમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તેમજ રાજકોટ જિલ્લાની 40થી વધુ ખાનગી કંપનીઓ સહભાગી થઈને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

તેમજ તેમને સ્થળ પરજ નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગોવિંદગુરૂ ગુરુ યુનિવર્સિટીના VC પ્રતાપસિંહ ચૌહાણ, મીડિયા કન્વિનર અજય સોની, કલેકટર અમિત અરોરા, જિલ્લા કલેકટર એ.જે.શાહ, સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ કોલેજોમાંથી આવેલા અધ્યાપકો,આચાર્યો હાજર રહ્યા હતા.

Last Updated : Feb 13, 2020, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details