મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી એવી પંચમહાલ લોકસભા ૧૮ બેઠક ઉપર ભાજપે ફરી પોતાનો ભગવો લહેરાયો છે. આ લોકસભા ચુંટણી વખતે ભાજપે પાછલા બે ટર્મથી ચુંટાઈ આવતા એવા પંચમહાલના દિગ્ગજ રાજકીય નેતા પ્રભાતસિંહ ચૌહાણની ટીકીટ કાપીને લુણાવાડા ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપી હતી. ગુરુવારના રોજ જાહેર થયેલા પરિણામો જોતા એમ કહી શકાય કે ભાજપ પોતાની રણનીતીમાં સફળ રહ્યુ છે. ભાજપ અને કોંગ્રેસ સહીત અન્ય મળીને કુલ ૬ જેટલા ઉમેદવારો આ પંચમહાલ લોકસભા બેઠકના ચુંટણીજંગમાં ઝંપલાવ્યુ હતુ. પણ આ બેઠક વચ્ચે સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ હતો.
પંચમહાલ ભાજપના વિજેતા ઉમેદવાર રતનસિંહ રાઠોડની ઈટીવી સાથે ખાસ વાતચીત પંચમહાલ લોકસભા બેઠકની મતગણતરીની આંકડાકીય માહિતી
ઉમેદવારના નામમત
રતનસિંહ રાઠોડ - ભાજપ | મળેલા મત- 7,32,136 |
વેચાતભાઇ ખાંટ - કોંગ્રેસ | મળેલા મત- 3,03,595 |
લાલાભાઈ ગઢવી અપક્ષ | મળેલા મત - 9212 |
અબ્દુલ કલીમ શેખ -બીએસપી | મળેલા મત- 3995 |
વિરેન્દ્ર પટેલ -એનસીપી | મળેલા મત -9826 |
વિજયસિંહ રાઠોડ- એચએનડી | મળેલા મત - 4869 |
નોટા | ૨૧૧૩૩ 21133 |
ઈવીએમ મત પોસ્ટલ મત કુલ મતોની ગણતરી | ૧૦,૭૬,૩૩૭ ૭,૫૩૯ ૧૦,૮૩,૬૭૬ |
ભાજપના વિજેતા ઉમેદવારની લીડ | ૪,૨૮,૫૪૧ |
ગુરુવારના રોજ સવારથી ગોધરા પાસેની ગદુકપુર ઈજનેરી કોલેજ ખાતે ૯૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ કરવામા આવી હતી. જેમ જેમ ઈવીએમ ખુલતા જતા હતા તેમ તેમ ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ લીડ મેળવતા હતા. જોકે સાંજ સુધીમાં બે લાખથી વધુ લીડ પ્રાપ્ત થતા ચુટણીચિંત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. કોંગ્રેસના સમર્થકો ત્યાથી રવાના થઈ ગયા હતા. મતગણતરીની ધીમી કામગીરી કે પછી કોઈ કારણોસર પરિણામ વહેલા જાહેર થતા ન હતા. અને મોડીરાત સુધી ગણતરી ચાલી હતી.
ઈવીએમથી મત ગણતરી પુરી થયા બાદ પોસ્ટલ બેલેટની ગણતરી મોડી રાતે ગણવામા આવી હતી. આખરે તમામ મત ગણતરીની પ્રકિયાઓ પુર્ણ થતા ભાજપાના રતનસિંહરાઠોડને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. નોધનીય છે કે, ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ જંગી લીડથી વિજેતા થતા ખુદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાનાં ભાજપાના સ્થાનિક નેતાઓ આશ્ચર્ય પામ્યા છે. સર્મથકોએ પણ તેમના વિજયને ઊત્સાહભેર વધાવી લીધો હતો. મોડી રાતે ગોધરા પાસે આવેલી છબનપુર ઇજનેરી કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્ર ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોચ્યા હતા. અને વિજેતા જાહેર થયા બાદ જરુરી સાસંદ અંગેનુ પ્રમાણપત્ર લેવાની કાર્યવાહી પુર્ણ કરી હતી.
વિજેતા જાહેર થયા બાદ રતનસિંહ રાઠોડે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ કે" ગુજરાતભરમાં ૨૬ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. મોદીએ કરેલા વિકાસ કાર્યોને કારણે ૩૦૦ થી વધુ બેઠકો પર જીત મળી છે. પંચમહાલ સસંદીયમત ક્ષેત્રમાંથી મતદારભાઇઓ-બહેનોએ વિશ્વાસ મુકયો છે.
વધુમા તેમને પોતાની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રમોદી,મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી, નાયબ મૂખ્યપ્રધાન નિતીન પટેલ,પ્રદેશ પ્રમૂખ જીતુ વાઘાણીને આપ્યો છે. વધુમાં પંચમહાલ લોકસભા વિસ્તારના ઘણા પ્રશ્નો છે. જેવા કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય,સિંચાઇના સુવિધાઓ ઉપલબ્ધ થાય,મહિસાગર જિલ્લામાં જીઆઇડીસીની સુવિધા ઉપલબ્ધ થાય વધુમાં કેન્દ્ર લેવલના રોડ રસ્તા,રેલવેંના પ્રશ્નો હલ કરવાના પ્રયાસ કરશે તેમ જણાવ્યુ હતુ.