પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન ફોર બોય સંસ્થા ખાતે બાળ લગ્ન પ્રતિબંધક સહ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાળ સુરક્ષા એકમના સયુંકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર અને સમગ્ર ઉજવણી કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો.
પંચમહાલમાં આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરાઈ - ગોધરાના તાજા સમાચાર
પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન ફોર હોમ બોયસ સંસ્થાના બાળકોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રમકડા, કપડા, સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી
દત્તકવિધાન થયેલા બાળકોના વાલીઓ અને પાલક માતા પિતા યોજના લાભાર્થી સરકારી યોજનાઓ તેમજ વ્યવસ્થાઓ બાબતે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને દફતર, કપડા, રમકડા સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટરે બાળકોની સાથે કેક પણ કાપી હતી અને આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, પોલીસ વડા, લીનાબેન પાટીલ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
.