લાલા ગઢવીએ ETV ભારત સાથે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે, પણ ગુજરાતમાં શિવસેના ચૂંટણી લડવાની નથી. મારા કાર્યકર્તાઓની માંગણીને લઇને મેં અપક્ષમાંથી ઊમેદવારી નોંધાવી છે.
પંચમહાલના અપક્ષ ઉમેદવાર લાલા ગઢવીનું મોદીને સમર્થન, કહ્યું જીતીશ તો મોદીને જીત અર્પણ કરીશ - lok sbha election
પંચમહાલ: જિલ્લામાં ચૂંટણીનો જંગ જામ્યો છે, રાજકીય પક્ષો પ્રચાર કરી મતદારોને રિઝવી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લાના શિવસેના પ્રમુખ લાલા ગઢવીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ જીતશે તો તે પોતાની બેઠક મોદીને અર્પણ કરશે.
સ્પોટ ફોટો
લાલા ગઢવીએ જણાવ્યું હતું કે, ચૂટણીમાં તેઓ નારી સુરક્ષા, ગૌરક્ષા તેમજ અવૈધ રીતે ચાલતા કતલખાના, રેલવેના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો તથા અહીંના સ્થાનિક લોકોને બહાર ગામ કામકાજ અર્થે ન જવું પડે તે માટે GIDC બને તે દિશામાં પ્રયત્નો કરશે. તેમણે જણાવ્યું હતું કે, પોતે NDAનો ભાગ હોવાને કારણે જો પંચમહાલ બેઠક પરથી જીતશે, તો તે સીટ PM મોદીને અર્પણ કરશે.