પંચમહાલ: કેન્સરને રોગ જીવલેણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે તેનાથી બચવું મુશ્કેલ છે. 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવામાં આવે છે. કેન્સરના લક્ષણો શરીરના ત્રણ ભાગોમાં મુખ્યત્વે જોવા મળે છે. જેમાં ગર્ભાશય કેન્સર, મુખ કેન્સર અને સ્તન કેન્સર જોવા મળે છે. ખાસ કરીને વ્યસનના કારણે પણ કેન્સર થતું હોય છે. પંચમહાલ જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓ નોંધાયા છે. ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ કેન્સરના દર્દીઓ નોંધાયા છે. જેમાં સાત તાલુકામાંથી ગોધરા, હાલોલ, કાલોલ અને ઘોઘબામાં કેસો નોંધાયા છે.
પંચમહાલ જિલ્લામાં વર્ષ 2019-20માં 137 શંકાસ્પદ કેન્સરના દર્દીઓ નોંધાયા - ગર્ભાશય કેન્સર
4 ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સરને જીવલેણ રોગ ગણવામાં આવે છે. જો તેની સમય પહેલા સારવાર કરવામા આવે તો, તેનાથી બચી શકાય છે. પંચમહાલ જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓની અલગ અલગ જગ્યાએ સારવાર થઈ રહી છે.
વર્ષ 2019-20માં પંચમહાલ જિલ્લામાં 137 શંકાસ્પદ કેન્સરના દર્દીઓ નોંધાયા
સિવીલ હોસ્પિટલના સતાધીશો પાસેથી મળતી વિગત અનુસાર, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સર એમ મળીને કેન્સરના કુલ શંકાસ્પદ 137 કેસો નોંધાયા છે. આ આંકડા વર્ષ 2019-20 દરમિયાન આ કેસો નોંધાયા છે. તેમાં 53 કમ્ફર્મ કેસો છે. જેના દર્દીઓ વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે.