ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા-દાહોદ હાઇવે પર વતન ફરતા લોકોને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટી લેવાયા - પંચમહાલ લોકડાઉન સમાચાર

કોરોના વાઇરસના પગલે રાજ્ય સરકાર દ્વારા 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ PM મોદીએ જાહેર સંબોધન કરીને દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. જે લોકડાઉનના લીધે સમગ્ર રાજ્ય અને દેશમાં સેવાભાવી સંસ્થા, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે અમુક અસામાજિક તત્વો માનવતા મરી પરવારી છે. માનવજાતને શરમાવે એવો એક કિસ્સો પંચમહાલમાં બન્યો છે.

Lockdown Gujrat News
Lockdown Gujrat News

By

Published : Mar 26, 2020, 9:03 AM IST

પંચમહાલઃ સુરતથી બાંસવાડા પોતાના વતનમાં પગપાળા પરત જતા શ્રમિકો પાસેથી નાણાં પડાવી લેવાની ઘટના બની છે. જેમાં ગોધરા-દાહોદ બાયપાસ હાઇવે પર અજાણ્યા શખ્સોએ શ્રમિકોને દારૂની હેરાફેરી કરો છો તેવો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધાક-ધમકી આપી નાણાં પડાવી લીધા હતા.

ગોધરા-દાહોદ હાઇવે પર વતન ફરતા લોકોને અજાણ્યા શખ્સો દ્વારા લૂંટી લેવાયા

જેને લઈ શ્રમિકો દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી હાઇવે પરના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details