ગુજરાત

gujarat

ETV Bharat / state

હાલોલમાં માતા બની ક્રૂર, 2 માસુમોને મોતને ઘાટ ઉતાર્યા - Panchmahal kill NEWS

પંચમહાલ જિલ્લાના હાલોલના રાયણવાડીયા ગામે માતાએ જ પોતાના બે બાળકોને (9 વર્ષ અને 7 વર્ષના પુત્રોને) કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા છે. પતિ અને બાળકો સાથે જમવા મુદ્દે ઝગડો કર્યા બાદ આવેશમાં બાળકો સાથે ઘરેથી નીકળી ગયેલી માતાએ ગામમાં જ આ નિર્દયતા ભર્યુ પગલુ ભર્યુ હતું. ઘટના અંગે ખેતર માલિકની જાણકારી આધારે પાવાગઢ પોલીસે બે બાળકોની હત્યા કરવા મુદ્દે હત્યાનો ગુનો નોંધી પુત્રોની હત્યારી બનેલી માતાની અટકાયત કરી છે.

panchmahal
હાલોલમાં માતા બની ક્રૂર, 2 માસુમોને મોતને ઘાટ ઉતાર્યા

By

Published : May 24, 2020, 4:28 PM IST

પંચમહાલ : હાલોલ તાલુકાના રાયણવાડીયા ખાતે રહેતા પ્રતાપભાઈ રાઠવાના લગ્ન ચંપાબેન સાથે થયા હતા. સુખી દાંપત્યજીવનમાં કુદરતે બન્નેને 2 પુત્રો અને 1 પુત્રીની ભેટ આપી હતી. ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા પરિવાર માટે ગુરૂવાર ગોઝારો દિવસ બની ગયો. પ્રતાપભાઈ સુરા ગામે મહેમાન ગતિ ગયા હતા ત્યાંથી સાંજે પરત પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવી પોતાની પત્નીને જમવા અંગે પૂછતાં જ પત્નીએ પ્રતાપભાઈ અને બન્ને પુત્રો સાથે ઝગડો કરી આવેશમાં આવી ગઈ હતી. આવેશમાં આવેલા ચંપાબેને પોતાના પિતાને ફોન ઉપર વાત કર્યા બાદ બન્ને પુત્રો સાથે ઘેરથી નીકળી ગયા હતા.

હાલોલમાં માતા બની ક્રૂર, 2 માસુમોને મોતને ઘાટ ઉતાર્યા

બીજી તરફ પ્રતાપભાઈ પોતાની પત્ની આવેશમાં આવી છોકરા લઈ પિયરમાં જવા નીકળી હોવાનું માની બેઠા હતા. પરંતુ ચંપાબેનને પુત્રોએ ઝગડા અંગે બોલાચાલી કરતાં આવેશમાં આવી ચંપાબેને પોતાના બન્ને પુત્રોને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવની જાણ ખેતર માલિકને થતા તેણે પોલીસને જાણ કરતાં પોલીસ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે બન્ને કિશોરના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા હતા. પાવાગઢ પોલીસે બે બાળકોની હત્યા કરનારી માતા સાંમે તેના પતિએ ફરિયાદ નોંધાવતા હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી કોવિડ કસ્ટડીમાં મોકલી છે.

ABOUT THE AUTHOR

...view details