ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં AIMIMએ ફક્ત મુસ્લિમ ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા - Gram Panchayat Election news

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે AIMIMએ ગોધરામાં નગરપાલિકામાં 8 જેટલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

પંચમહાલ
પંચમહાલ

By

Published : Feb 25, 2021, 6:38 PM IST

  • AAP અને AIMIMએ ખોલાવ્યું ગુજરાતમાં ખાતું
  • પંચમહાલમાં AIMIMના તમામ ઉમેદવારો મુસ્લિમ
  • AIMIMના 8 ઉમેદવારો લડશે જંગ

પંચમહાલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આપ અને AIMIMએ પણ ગુજરાતમાં ઝંપલાવ્યું છે. ત્યારે આપે સુરતમાં કોંગ્રેસને પછાડીને પોતાનું ખાતું ખોલાવ્યું છે. જ્યારે AIMIM પણ મહાનગરપાલિકામાં અમદાવાદ ખાતે મહદઅંશે સફળ થયું છે. AIMIM દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં નગરપાલિકામાં 8 જેટલા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે. જે તમામ ઉમેદવારો લધુમતીના છે.

AIMIMના ઉમેદવારો

ઉમેદવારોની યાદી:

  • વોર્ડ 1- સીરાજખાન પઠાણ
  • વોર્ડ 6- હાજી ઇશાક ઘાંચીભાઈ
  • વોર્ડ 7- મો.ફેસલ અઝીઝ સુજેલા
  • વોર્ડ 8- હફસા હાફિઝ અલ્તાફ ચિંતામન અને હાજી હનીફ કલનદર
  • વોર્ડ 9- તહેરા મૌલવી (મેડમ માયા) અને જાબિર તૈયબ રસીદભાઈ
  • વોર્ડ 10- સૈયદ જલાલુદિન હાજી અહમદમીયા (પપુભાઈ ડબલ ટુ)

ABOUT THE AUTHOR

...view details