દિવાસાના દિવસથી શરુ થયેલા દશામાના વ્રતની પુર્ણાહુતી થઇ હતી. જેમાં 10 દિવસના આતિથ્ય બાદ દશામાની મુર્તિઓનુ વિસર્જન શ્રધ્ધાભેર નદીઓ અને તળાવોમાં કરવામા આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દશામાનાં વ્રત મોટી સંખ્યામાં મહિલાઓ 10 દિવસ માટે મુર્તિ સ્થાપન તેમજ પુજન અર્ચના અને છેલ્લા દિવસે જાગરણ કર્યા હતાં.
પંચમહાલમાં દશામા વ્રતની પુર્ણાહુતિ સાથે જ નદી અને તળાવોમાં મુર્તિઓનુ વિસર્જન - PML
પંચમહાલઃ જિલ્લામાં દિવાસાના દિવસથી શરુ થયેલા દશામાના વ્રતની પુર્ણાહુતી થઇ હતી. ગ્રામીણ વિસ્તારોમાં દશામાનાં દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ 10 દિવસ માટે મુર્તિ સ્થાપન તેમજ પુજન અર્ચના અને છેલ્લા દિવસે જાગરણ પુર્ણ કર્યુ હતું. મુર્તિઓના વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તળાવ અને નદી કાંઠે ઉમટ્યા હતા.
પંચમહાલમાં દશામા વ્રતની પુર્ણાહુતિ સાથે જ નદી અને તળાવોમાં મુર્તિઓનુ વિસર્જન, ETV BHARAT
આ વ્રત કરવાથી એવુ માનવામાં આવે છે કે મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને જીંદગીની ખરાબ પરિસ્થિતિઓ દુર થાય છે. તેવી આસ્થા જોડાયેલી હોવાથી મોટી સંખ્યામાં આ વ્રત મહિલાઓ કરે છે. દશામાના વ્રતની પુર્ણાહૂતિ થતા મુર્તિઓનુ તળાવો અને નદીઓમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું. મહિલાઓએ 10 દિવસના પુજન અર્ચન કર્યા બાદ માતાજીને ભાવભરી વિદાય આપી હતી. મુર્તિઓના વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તળાવ અને નદી કાંઠે ઉમટ્યા હતા.