ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં એમેઝોન કંપનીના ચોરીના માલ સાથે 2 ઝડપાયા - પંચમહાલ જીલ્લા LCB

પંચમહાલ : જિલ્લાના હાલોલ ખાતેથી એમેઝોન કંપનીના મોબાઈલ ચોરી કરનાર 2 ઇસમોને સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઝડપાયેલા બંને ઇસમો પાસેથી 15 મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા.

panchamahal
પંચમહાલ

By

Published : Jan 9, 2020, 11:51 PM IST

પંચમહાલ જીલ્લામાં 2 માસ અગાઉ બનેલી ઘટનામાં ભેજાબાજો દ્વારા એમેઝોન જેવી કંપનીને ચૂનો લગાવવામાં આવ્યો હતો. 2 માસ અગાઉ વડોદરા-હાલોલ હાઈવે પરથી એમેઝોન કંપનીના મોબાઈલ લઈને આવતી વાનમાંથી મોબાઈલ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોધાઇ હતી.

પંચમહાલમાં અમેજોન કંપનીના ચોરીના માલ સાથે 2 ઝડપાયા

આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પંચમહાલ જીલ્લા LCB પોલીસને બાતમી મળી હતી કે, હાલોલના 2 યુવકો તેમની પાસે રહેલા વધુ પડતા મોબાઈલના જથ્થાને વેચવા માટે વડોદરા તરફ જવા માટે હાલોલના જ્યોતિ સર્કલ પાસે ઉભા છે. તે બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જ્યોતિ સર્કલ પર પહોંચી બંને ઇસમોને ઝડપી લઈને તેમની પાસે રહેલા અલગ અલગ કંપનીના 15 જેટલા મોબાઈલના આધાર પુરાવા માંગતા બંને ઇસમો દ્વારા કોઈ આધાર પુરાવા રજુ ન કરવામાં આવતા બંને ઇસમોની હાલોલ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

જે તપાસ દરમિયાન બંને ઇસમો હાલોલના રહેવાસી છે. તેમજ તેમની ઇકો કાર કે જેને કરાર આધારે એમેઝોન કંપનીમાં માલસામાનની વડોદરાથી હાલોલ ખાતે લાવવા અને લઇ જવા માટે મુકવામાં આવી હતી. જે વાનમાંથી બંને ઇસમોએ અલગ અલગ કંપનીના મોબાઈલ ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. તે ઉપરાંત પોલીસે હાલ રૂ.2.21 લાખના મોબાઈલ સાથે બન્ને ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .

ABOUT THE AUTHOR

...view details