પંચમહાલઃ પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામના દલસુખભાઈ ઉર્ફે ભલાભાઈ મનસુખભાઇ પરમારની 22 વર્ષીય પુત્રી દિવ્યાના લગ્ન શહેરા તાલુકાના બોરીયાવી ગામના સોમાભાઈ દલપતભાઈ ખાંટ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતાં.
પંચમહાલમાં પરિણીતાએ પતિના આડાસંબધોની શંકાના કારણે મોતને વ્હાલું કર્યુ - The village of Boriavi
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામે 22 વર્ષીય પરિણીતાએ પોતાના પતિના જેઠાણી સાથે આડાસંબધની શંકાએ કુવામાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યુ હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી પરણિતાના મૃતદેહને બહાર કાઢી શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પરણિતાના પિતાની પોલીસ ફરિયાદના આધારે પોલીસે પતિ, જેઠ, જેઠાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલમાં પરણીતાએ પતિના આડાસંબધોની શંકાએ મોતને વ્હાલુ કર્યુ
લગ્નના ટુંક સમયમાં જ મૃતક દિવ્યાને પોતાના પતિ અને જેઠાણી વચ્ચેના આડા સબંધો ધ્યાને આવ્યા હતા. આમ અતિશય માનસિક ત્રાસના કારણે ઘર નજીક આવેલાં કૂવામાં જંપલાવી મોતને વહાલું કર્યું હતું. આ તરફ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી દિવ્યાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહ શહેરા સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.