ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં પોસ્ટના નામે લોકોના કરોડો રુપિયાની છેતરપીંડી કરતુ દંપતી ઝડપાયુ - વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસનું એજન્ટ દંપતી

પંચમહાલઃ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલી પોસ્ટ ઓફીસના ફરાર એજન્ટ દંપતીને ગોધરા એલ સી બી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતાં. ઝડપાયેલા દંપતીની પ્રાથમિક પૂછપરછમાં આ દંપતી દ્વારા ૩.૭૮ કરોડ રૂપિયાની છેતરપીંડી ગ્રાહકો સાથે કરી હોવાનું બહાર આવ્યું હતું.

gfgdg

By

Published : Oct 7, 2019, 4:09 AM IST

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ પોસ્ટ ઓફિસનું એજન્ટ દંપતી છેલ્લા ઘણા સમયથી ફરાર થઇ ગયું હોવાની વાત વેજલપુર ગામમાં વહેતી થઇ હતી. જે અનુસંધાને ખાતેદારો દ્વારા આ એજન્ટ દંપતીનો સંપર્ક ન થતા ખાતેદારોના જીવ તાળવે ચોટયા હતાં. વેજલપુર ગામના રહેવાસી ભાવેશ સુથાર અને તેની પત્ની સોનલ સુથાર વેજલપુર પોસ્ટ ઓફીસના એજન્ટ છે. જેઓનો કોઈ જ સંપર્ક ન થતા ખાતેદારો દ્વારા વેજલપુર પોસ્ટ ઓફીસ ખાતે પહોંચી પોતાના ખાતામાં તપાસ કરતા ખાતેદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેમાં ઘણા ખાતેદારોના ખાતામાંથી નાણાનો ઉપાડ કરી લેવામાં આવ્યો હતો અને ઘણા ખાતેદારોના ખાતામાં નાણા જમા થયા જ ન હતા તો ઘણા ખાતેદારોના ખાતા નંબર જ ખોટા તેમજ પોસ્ટની પાસબુક પણ નકલી હોવાનું જાણવા મળતા ખાતેદારો દ્વારા પોસ્ટ ઓફીસ ખાતે હોબાળો મચાવ્યો હતો.

પંચમહાલમાં પોસ્ટના નામે લોકોના કરોડો રુપિયાની છેતરપીંડી કરતુ દંપતી ઝડપાયુ

આ સમગ્ર મામલો પોસ્ટના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચતા વેજલપુર પોસ્ટ ઓફીસ ખાતે તપાસ ટીમ મોકલી સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસના અહેવાલ બાદ પ્રાથમિક ૪ લાખ રૂપિયાની છેતરપીંડી આ એજન્ટ દંપતી દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોધવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લેતા સમગ્ર મામલાની તપાસ ગોધરા એલ સી બી ને સોપવામાં આવી હતી. જે અનુસંધાને ગોધરા એલ સી બી દ્વારા ફરાર પોસ્ટ એજન્ટ દંપતીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને મળેલી અંગત બાતમી તેમજ ટેકનોલોજીના સહયોગથી ફરાર પોસ્ટ એજન્ટ દંપતીને નડિયાદ ખાતેથી ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા દંપતીની સઘન પૂછપરછ કરતા આ દંપતી દ્વારા એક સાચું ખાતું પોસ્ટમાં શરુ કરી તે જ ખાતા નંબર અન્ય ખાતેદારને આપી તે અંગેની નકલી પોસ્ટની પાસબુક પણ આપતા હતા અને તે ખાતેદાર પાસેથી પણ નાણા લઈને પોતાના અંગત ઉપયોગમાં લેતા હતાં. ઠગ દંપતીની તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ વેજલપુર અને તેની આસપાસના વિસ્તારના ૩૬ જેટલા ગ્રાહકોના કુલ ૩.૭૮ કરોડ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લઈને ગ્રાહકો સાથે છેતરપીડી આચરી છે.

પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં હજુ પણ આ આંકડો વધવાની પુરેપુરી શક્યતા રહેલી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સઘન તપાસ માટે ઝડપાયેલા બંનેના ૧૦ દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ એજન્ટ ભાવેશ સુથાર શેર બઝારમાં ભારે નાણાકીય નુકસાન ગયું હતું અને તે નુકસાનને ભરપાઈ કરવા માટે તેણે પોતાના ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી હોવાનું બહાર આવ્યું છે .

ABOUT THE AUTHOR

...view details