પંચમહાલ: 807 શિક્ષકોને સળંગ નોકરીના હુકમ આપવામાં આવ્યો - પંચમહાલમા 807 શિક્ષકોને સળંગ નોકરીના હુકમો
પંચમહાલઃ જિલ્લામાં આવેલી વિવિધ શાળામા ફરજ બજાવતા શિક્ષકોને વિદ્યા સહાયકની સળંગ નોકરીના હુકમોનું વિતરણ ગોધરા ખાતે સરદાર નગર ખંડ ખાતે જીલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.પંચાલના હસ્તે કરવામા આવ્યું હતું. જેમાં ગોધરા તાલુકાના શિક્ષકો અને આચાર્ય,બીટ નિરીક્ષકો હાજર રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર ગુજરાતની શાળાઓમાં વર્ષો પહેલા ભરતી થયેલા શિક્ષકોએ ફીકસ 2500 ના પગારમા સેવા આપી હતી. જે નોકરીના વર્ષ હગામી ધોરણે ગણવામાં આવતા હતા.જોકે શિક્ષકોની માગ બાદ સરકાર દ્રારા એવો નિણર્ય કરવામા આવ્યો કે, જેમાં નોકરીના વર્ષ સળંગ ગણવા અને મળવા પાત્ર લાભો આપવા.જેને લઇને ગોધરામા આવેલા સરદાર નગર ખંડ ખાતે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકોને સળંગ નોકરીના હુકમો આપવાના કાર્યક્રમનું આયોજન જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા કરવામા આવ્યું હતું.જેમા જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારીના હસ્તે શિક્ષકોને સળંગ હુકમોના પત્રો આપવામા આવ્યા હતા. જિલ્લાના 807 શિક્ષકોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.