પંચમહાલઃ જિલ્લામાં બીજો કોરોના રિપોર્ટ આવતા જિલ્લામાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સોમવાર મોડી સાંજે ગોધરાના પ્રભા રોડ વિસ્તાર અને બામરોલી રોડ એમ બે વિસ્તારને જોડતી ભગવતનગર સોસાયટીમાં એક 54 વર્ષીય વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
થોડા સમય આગઉ ગોધરાના એક વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હમણાં આવેલા દર્દીને વધુ સારવાર માટે વડોદરા ગોત્રી ખસેડવામાં આવ્યાં છે. આ કોરોના પોઝિટિવ દર્દી ગોધરાના શાક માર્કેટમાં દુકાન ધરાવતાં હતાં. જેથી તેેમના સંપર્કમાં આવેલા લોકોના તપાસ કામગીરી હાથ ધરાઈ છે.