ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થયા છે. તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આજે દેશભરના BSNLના 70000થી વધુ કર્મચારીઓએ VRS સ્કીમ હેઠળ નિવૃત્તિ લીધી હતી, ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલી BSNL કચેરીમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓએ આજે સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેના પગલે આજે સીવીલ લાઇન્સ રોડ ઉપર આવેલી BSNLની કચેરી ખાતે વાજતે-ગાજતે વિદાય સંભારભ રાખીને વિદાય આપવામાં આવી હતી.
ગોધરામાં BSNLના 60 કર્મચારીઓ VRS સ્કીમ હેઠળ નિવૃત્ત થયા - VRS scheme news
ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થયા છે. તેમને સન્માન સાથે વિદાય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
bsnl
ગોધરા ખાતે આવેલી કચેરીના 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેમાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમને ફુલહાર પહેરાવીને નાળિયેર આપીને સન્માન કરવામા આવ્યું હતું. જ્યારે વિભાગમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ કર્મચારીઓએ ડીજેના તાલે નાચીને વિદાયના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.