હિન્દૂ યુવા વાહિની દ્રારા આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે, જ્યારથી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાથી 370ની કલમ દુર કરી છે, ત્યારથી દેશમાં ધાર્મિક સમરસતા છીન્નભીન્ન કરવા શાંતિ અને સમન્વયનુ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે. કેટલાક સંગઠનો દેશની સામે આતંકવાદી પ્રવૃતિ થકી શાંતિ સલામતી અને રાષ્ટ્રની સૂરક્ષા જોખમાય એ રીતે ષડયંત્ર આચરી રહ્યા છે. જેના ભાગરુપે હિન્દુ સમાજના આગેવાનોને મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યા છે. જેમા પશ્વિમ બંગાળમાં એક હિન્દુ નેતા અને તેના પરિવારની હત્યા કરી દેવામા આવી હતી. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ કમલેશ તિવારી નામના હિન્દુ અગ્રણીની હત્યા કરી દેવામા આવી હતી.
હિન્દુ નેતાની હત્યાના મામલે હિન્દુ યુવા વાહિની સંસ્થાએ આવેદન પાઠવ્યું - હિન્દુ અગ્રણીની હત્યા
પંચમહાલઃ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે હિન્દૂ યુવા વાહીની સંસ્થાના અગ્રણીઓએ દેશમા થઇ રહેલા હિન્દૂ સમાજના આગેવાનો ઉપર હુમલા તેમજ હત્યાઓને લઇને સેવાસદન કચેરીએ પહોંચીને જિલ્લા કલેકટર અમિત અરોરાને આવેદન પત્ર આપ્યુ હતુ. કસુરવારો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.
![હિન્દુ નેતાની હત્યાના મામલે હિન્દુ યુવા વાહિની સંસ્થાએ આવેદન પાઠવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4827500-thumbnail-3x2-panch.jpg)
સ્પોટ ફોટો
હિન્દુ નેતાની હત્યાના મામલે હિન્દુ યુવા વાહિની સંસ્થાએ આવેદન પાઠવ્યું
આવનાર દિવાળી બેસતુ વર્ષ સહિતના તહેવારોમાં ધાર્મિક સ્થળો,ધર્માધિકારીઓ,અગ્રણીઓની સલામતી સુરક્ષાઅને ભાઈચારાની ભાવના જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થા વધુ સુસજ્જ કરવા અમારી માંગ છે. વધુમાં આવી ઘટનાઓમા સંડોવાયેલાઓને સખત સજા કરવાની પણ માંગ કરી હતી.
હિન્દુ યુવા વાહિની પંચમહાલના ઘર્માધ્યક્ષ મહંત કલ્યાણદાસ બાપુ, મહંત ઈન્દ્રજીત મહારાજ, જિલ્લા અધ્યક્ષ દિનેશ પરમાર, મહામંત્રી સિધ્ધરાજસિંહ સોલંકી, ઉપાધ્યક્ષ ઉમેશભાઇ વણઝારા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.