સમ્રગ દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે.ત્યારે પંચમહાલમા આ રક્ષાબંધનના તહેવારનું કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું.મોરવા હડફ તાલુકાના દાંતિયાવર્ગ પ્રાથિમક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇમરાન શેખની સાથે હંસાબેન પટેલ પણ શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે.છેલ્લા 11 વર્ષેથી હંસાબેન ઇમરાનભાઇને રાખડી બાંધે છે. તેમના સફળ જીવનની પ્રાર્થના કરે છે.એટલું જ નહીં હંસાબેનની બંને દીકરીઓ દ્વારા પણ ઇમરાનભાઈના પુત્ર સમીરના હાથે રાખડી બાંધી ભાઈ બહેનના પારિવારિક સંબંધો નિભાવી રહ્યા છે.
છેલ્લા 11 વર્ષથી હિન્દુ બહેન પાસે મુસ્લિમભાઈ બંધાવે છે રાખડી
પંચમહાલ: મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો ! એ ઐતિહાસિક કથા ઈતિહાસમાં નોંધાયેલી છે. હાલ પણ એવી કેટલીય બહેનો છે, જે આજના રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ ભાઈને રાખડી બાંઘી ભાઇના જીવન વિકાસ માટે બહેન સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છા આપે છે.જેનું એક કિસ્સો પંચમહાલમાં રક્ષાબંધનના દિવસે જોવા મળ્યો હતો.
આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઇને હસાંબેન પટેલ દ્વારા ઇમરાનભાઇને રાખડી બાંધવામાં આવી હતી.એટલું જ હંસાબેનની દીકરીએ ઈમરાનભાઇના પુત્ર સમીરને રાખડી બાંધી હતી.ઇમરાનભાઈ તથા તેમના પરિવાર દ્વારા આ રાખડીનો સ્વીકાર કરીને હંસાબેનને પોતાના ધર્મની બહેન માને છે.અને હંમેશા આ બહેનની મદદ માટે તત્પર રહે છે. આમ જોવા જઈએ તો હંસાબેનને પોતાના બે સગા ભાઈઓ છે. પણ સમાજને કોમી એકતાનો સંદેશો આપવા માટે હંસાબેન રાખડી બાંધે છે.આ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનનો અતુટ લાગણીસભર બંધન દેશ માટે ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.