ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલની એકમાત્ર હાઇટેક નર્સરી, સીસીટીવી સહિતની સુવિધાથી રખાય છે દેખરેખ - MAHISAGAR

પંચમહાલઃજિલ્લાના છબનપુરમાં આવેલી ગ્રીન નર્સરી એન્ડ ફાર્મ આવેલુ છે. જેમાં ખેડૂતોને પોસાય રહે તે દરેથી વર્મી કમ્પોસ્ટ ખાતર અને કોકોપીટથી તૈયાર કરવામાં આવેલા શાકભાજી તથા ફળના છોડ મળી રહે છે તથા અહીં ખેડૂતોને ફળફળાદી ઉછેર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે

pml

By

Published : Jul 19, 2019, 6:40 PM IST

પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. અહી ગ્રામીણ વિસ્તારમા રહેતા ખેડૂતો હવે મકાઇ,ડાંગર, બાજરી સહિતના અન્ય પાકોની સાથે હવે શાકભાજી અને ફળોની ખેતી પણ કરતા રહ્યા છે. જેમા ખેડૂતો હવે બજારમાં મળતા મોંઘા બિયારણની સામે હવે તૈયાર ધરુના છોડ લેવાનુ પસંદ કરે છે.

ગોધરા તાલૂકા છબનપુરમાં હાઇવે માર્ગ પર હાઇટેક વેજીટેબલ પ્લગ નર્સરી આવેલી છે.જેની વિશેષતા છે કે, જેને નેશનલ ઓર્ટીકલ કલ્ચર બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.આ નર્સરી CCTVથી સજજછે. જયા સ્વચ્છતાને લઇને પણ પુરુ ધ્યાન આપવામાં આવે છે.અહી ફળના છોડ અને શાકભાજીની એમ બે નર્સરી આવેલી છે.જેમા શાકભાજીની નર્સરીની માલિક સપનભાઇ દેસાઇ અને ફળફળાદીની નર્સરીની માલિક રામુભાઇ ગઢવી દેખરેખ રાખે છે.આ નર્સરીમાં શાકભાજીના છોડમાં મરચી,રિંગણ,ટામેટા,કોબિજ, દૂધી,કારેલીના નાના છોડ મળે છે. જેની કિમંત એકથી ચાર રુપિયા જેટલી રાખવામાં આવી છે.

પંચમહાલની એકમાત્ર હાઇટેક નર્સરી જ્યા સીસીટીવી સહિતની સુવિધાથીછે સજ્જ... જાણો વધૂ

જ્યારે ફળોમાં આબાં દાડમ,ચીકૂ,મોસંબી,સીતાફળ,લીંબૂ,જાંબુ,કાજુ, અજીંર,દ્વાક્ષ,ફણસ,ના છોડ મળે છે.જેની ,કિમંત 50થી500 રૂપિયા સૂધીમાં છોડ મળે છે.હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ છે.તેનાથી આ છોડની માંગ વધી રહી છે. હાલ ખેડૂતો પણ તૈયાર છોડ ખરીદવાનુ વધારે પસંદ કરે છે.

આ છોડ ગ્રીનપાર્કમાં તૈયાર કરવામાં આવે છે અને ફુવારા પધ્ધીતીથી છોડને પાણી છાટી એક મહિના સુધી માવજત કરવામા આવે છે. છોડને વર્મી કમ્પોસ્ટ ખાતરમાં તૈયાર કરવામાં આવે છે.જિલ્લાની એક માત્ર હાઇટેક નર્સરીમાંથી માત્ર પંચમહાલ જ નહી આસપાસના મહિસાગર, અને દાહોદ જિલ્લાના ખેડૂતો ફળફળાદીના છોડ લઇ તેને ઉછેરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.જિલ્લાની એકમાત્ર હાઇટેક નર્સરી આકર્ષણનુ કેન્દ્ર બની રહી છે.નર્સરીના માલિકો પણ ખેડૂતોને ફળફળાદીની શાકભાજીના છોડ ખરીદવા પ્રોત્સાહીત કરે છે.

ABOUT THE AUTHOR

...view details