ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં વધુ વરસાદના પગલે ખેતીને ભારે નુકસાન થવાની ભીંતિ - પંચમહાલમાં વરસાદ

પંચમહાલઃ જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીંતિ સતાવી રહી છે.

vfv

By

Published : Oct 1, 2019, 11:50 PM IST

પંચમહાલ જિલ્લામાં આ ચોમાસાની સિઝનનો 134 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સારો વરસાદ અને જિલ્લાના જળાશયો ભરાઈ જવાને લઇ પંથકના ખેડૂતો નિશ્ચિંત હતા. તેમજ સારો પાક થવાની આશાએ જિલ્લાના ખેડૂતોએ ડાંગર, મકાઈ, ગુવાર, મરચી, મગ, બાજરી, કપાસ, સોયાબીન અને શાકભાજી જેવા પાકો કર્યાં હતા. સારા વરસાદને કારણે ખેડૂતોને સારા પરિણામની આશા બંધાઈ હતી. આ વખતે ખેતી ફાયદાકારક થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ વધારે પડતા વરસાદને કારણએ ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી ગયું છે.

પંચમહાલમાં વધુ વરસાદના પગલે ખેતીને ભારે નુકશાન થવાની ભીતી

મોટાભાગના વિસ્તારોમાં તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે જિલ્લાના ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશ લગાવીને બેઠા છે. સતત વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તે સ્વાભાવિક છે. કાલોલ તાલુકાના સંઘર્ષશીલ ખેડૂતે મેઘરાજા સાથે બાથ ભીડી પોતાના 6 વિઘાના ખેતરમાં પ્રથમ ગુવારનું વાવેતર કર્યું હતું પણ સતત વરસાદને કારણે આ વાવેતર ધોવાઈ ગયું અને દવા ખાતરનો ખર્ચ પણ માથે પડ્યો છે.

પંચમહાલ જિલ્લામાં શહેરા અને કાલોલ તાલુકામાં વધુ વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેમજ વધુ વરસાદને લઈને શહેરા તાલુકાના મહીનદી કાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.

જિલ્લામાં ખેતીની સ્થિતિને લઇ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેતીના નુકસાનીનો સર્વે કરાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અત્યાર સુધીના સર્વે મુજબ ખેતીના વિવિધ પાકોને સતત વરસાદથી નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ હાલ સુધી 800 હેક્ટર કરતા વધુ ખેતીલાયક જમીનમાં કરવામાં આવેલા પાકને નુકસાન થયું છે. ખેડૂતોને સહાય ચુકવવા માટે પણ રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે તેવું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે રાજ્ય સરકાર દ્વારા ખરેખર ખેડૂતોને વળતર આપવામાં આવે છે કે પછી જગતનો તાત ભગવાન ભરોશે જ રહેશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details