પંચમહાલઃ જિલ્લાના સાત તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે, ત્યારે જિલ્લાના ચેરાપૂંજી ગણાતા જાંબુઘોડા તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં પાવાગઢ સહિત જાંબુઘોડા તાલુકામાં આવેલ વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. ઘોઘંબા તાલુકામાં આવેલ હાથણી માતાનો ધોધ ગુજરાત ભરમાં પ્રચલિત બન્યો છે. જેમાં દર વર્ષે રાજયભરમાંથી લોકોઆ આહલાદક ધોધને માણવા દૂર-દુરથી આવતા હોય છે.
પંચમહાલમાં મેધ મહેર, હાથણી માતા ધોધના આલ્હાદક દ્રશ્યો, કોરોનાકાળમાં લોકો ભાન ભૂલ્યા - અહલાદક દર્શયો
છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ માજા મૂકી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જિલ્લાના ચેરાપૂંજી ગણાતા જાંબુઘોડા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને લઇને પાવાગઢ સહિત જાબુઘોડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે ઘોઘંબા તાલુકામાં આવેલ હાથણી માતાનો ધોધ પૂર્ણ રીતે ખીલી ઉઠતા લોકો કોરોના મહામારીને ભૂલીને અહલાદક દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતાં.
આ વર્ષે પણ વધુ વરસાદના પગલે ઘોઘંબા તેમજ આજુ-બાજુ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને પગલે લોકો મોટી સંખ્યામાં ધોધને માણવા આવી પહોંચ્યા છે. ખાસ કરીને શનિ અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં વડોદરા, હાલોલ, કાલોલ તેમજ ગોધરા અને અન્ય શહેરોમાંથી લોકો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટતા કોરોના મહામારીને ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે, ત્યારે ETV ભારતની ટીમ હાથની માતાના ધોધની મુલાકાત લીધી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકટોળા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સાથે મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.
હાલ ચાલી રહેલ કોરોના મહામારીને લઈ તંત્ર અને પ્રજા બન્નેનું ઉદાસીન વલણ હાથણી માતાના ધોધ પર જોવા મળ્યુ હતું. આ ધોધ પર પહોચવાના રસ્તા પર કોઈ પણ પ્રકારની સુરક્ષા કે કોઈ પણ પ્રકારના સલાહ સુચના આપતા બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો હતો. તેમજ લોકો ઉંચાઈ પર લાપરવાહીથી આવન-જાવન કરતા નજરે પડ્યા હતાં. ધોધ પર જવાના સાંકડા રસ્તા પર ક્યાં પણ રેલિંગ જોવા મળી નહોતી. કોઈનો પગ લપશે તો ઊંડા ખાડામાં પડે એમાં નવાઈ નહીં. અગાઉ પણ આ ધોધ પર અમુક બનાવો બન્યા હોવાનું પણ સામે આવ્યું હતું. છતા તંત્ર ધોર નિંદરામાં હોય એવુ લાગી રહ્યું છે. આ તમામ બાબતો વચ્ચે તંત્ર અને સરકાર પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. બાકી જો આવીજ લાપરવાઈ રહી તો શહેરોમાંથી આવતા લોકો ગામડામાં કોરોના લઈને આવે તો નવાઈ નહીં.