હાલોલમાં 4 નવી 108 એમ્બ્યુલન્સનું લોકાપર્ણ - હાલોલ સમાચાર
પંચમહાલઃ જિલ્લાના હાલોલ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાર 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ હાલોલના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
હાલોલમાં 4 નવી 108 એમ્બ્યુલન્સનુ લોકાપર્ણ
હાલોલ ખાતે અગાઉ બે 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી, જ્યારે રવિવારના રોજ નવી 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થતા લાભાર્થીઓને વધુ સુવિધાનો લાભ મળશે. જયદ્રથસિંહ પરમારે ધાર્મિક પૂજાવિધિ બાદ લોકાપર્ણ કરાયેલી 4 એમ્બ્યુલન્સને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે વિશેષ સુવિધા યુકત લાઇફકેર એમ્બ્યુલન્સમાં દર્દી માટે ઇન્સ્ટન્ટ વેન્ટિલેટર કાર્ડિયોગ્રામ સહિત ઓક્સિજનની સુવિધાઓ મળી રહેશે.