- ગોધરામાં શિક્ષકે કરી જન્મદિવસની અનોખી ઉજવણી
- કોવિડ કેર સેન્ટર પાસે આખો દિવસ ઊભા રહી કરી સેવા
- કોરોના દર્દીઓને ભોજન અને પાણીની સુવિધાઓ પહોંચાડી
ગોધરાઃ કોરોનાના કપરા કાળમાં ક્યાંક તકસાધુઓ લોકોને લૂંટી રહ્યાં છે ત્યાં પંચમહાલના શિક્ષકે કંઇ જુદો દાખલો બેસાડ્યો છે. પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે નહીં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે કરનાર શિક્ષક જીતેન્દ્રકુમાર કપરાકાળમાં સેવાનો મંત્ર સાર્થક કરી રહ્યાં છે. આ સારા કાર્યમાં તેમના પત્ની શિવાંગીબેન પાઠક પણ જોડાયાં હતાં. તેઓ ગોધરા નર્સિંગ કોલેજ ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર આગળ ઉભા રહી સવારે 9 વાગ્યાથી લઈને સાંજ સુંધી 50 જેટલા પાણીના જગ અને 30 જેટલા કોવિડના દર્દીઓને ટિફિનની વ્યવસ્થા પૂરી પાડી હતી. આ સમગ્ર સેવાકાર્યમાં તેમને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સાથ રહ્યો હતો.
આ પણ વાંચોઃ પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યાં બાદ પણ કોરોના કાળમાં સેવા બજાવી રહ્યા છે 108ના આ પાયલોટ