ગુજરાત

gujarat

ETV Bharat / state

નમસ્તે ટ્રમ્પ: ગોધરા ST વિભાગે 100 બસની ફાળવણી કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા માટે એસટી વિભાગ તરફથી બસોની વ્યવસસ્થા કરવામાં આવી છે. ગોધરા એસટી ડિવિઝનની 100 જેટલી બસોને નડિયાદ ડિવિઝનમાં ફાળવામાં આવી છે.

godhra-
નમસ્તે ટ્રમ્પ

By

Published : Feb 23, 2020, 2:22 PM IST

ગોધરા: અમદાવાદના મોટેરા ખાતે આવેલા નવા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અમેરિકી પ્રમુખ રોડ શો પણ કરશે. આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ST બસો દ્વારા જનમેદની લાવવામાં આવશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસટી બસો ફાળવામાં આવી છે.

નમસ્તે ટ્રમ્પ: ગોધરા ST વિભાગે 100 બસોની ફાળવણી કરી

ગોધરા એસટી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લાના ગોધરા ડિવિઝનમાંથી 100 જેટલી એસટી બસો નડિયાદ એસટી ડિવિઝનને જનમેદની લઇ જવા માટે ફાળવામાં આવી છે. પંચમહાલમાંથી સીધી અમદાવાદના કાર્યક્રમમાં બસો ફાળવામાં આવી નથી. આ બસો સીધી નડિયાદ ખાતે જશે.

જો કે, 100 જેટલી બસ ફાળવામાં આવતા આવતીકાલે મુસાફરોને પણ અગવડતા પડવાની શકયતાને નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details