પંચમહાલ જિલ્લામાં પાછલા બે દિવસોથી દારુ પકડાવાનો સીલસીલો ચાલુ છે. ત્યારે ગોધરા LCBની ટીમને એક ફિયાટ કારમાથી દારુનો જથ્થો દાહોદ તરફથી લઇને ગોધરા બાયપાસ થઈ વડોદરા જવા નીકળ્યાની બાતમી મળી હતી.
ગોધરામાં LCBએ વિદેશી દારુ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા - વિદેશી દારુ
પંચમહાલ: ગોધરા LCBની ટીમે બેઢીયા ટોલનાકા પાસે ફિયાટ ગાડીમાં છુપાવીને દાહોદથી વડોદરા તરફ લઇ જવાતો વિદેશી દારુનો જથ્થો મોડી રાતે ઝડપી પાડયો છે. સાથે બે ઇસમોની અટકાયત કરવામા આવી છે. અને દારુ અને કાર સહિતનો મૂદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Caught two accused
આથી LCBની ટીમે બેઢીયા ગામ પાસે આવેલા ટોલનાકા પાસે નાકાબંધી કરીને બાતમીવાળી ફિયાટ કારની તપાસ કરતા તેમાથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. LCBએ ગોપાલ ભરવાડ નામના બે ઇસમો પકડી વિદેશી દારુની પેટીઓ, ફિયાટ કાર સહિત૨ ૪૭,૦૪૦ લાખ રુપિયાનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.