ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાંથી 6 શ્રીમંત શકુનિઓ ઝડપાયા - panchmahal

લોકડાઉન દરમિયાન કાળા કામો કરતા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ગોધરામાંથી રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શ્રીમંત શકુનીઓને LCBએ રંગે હાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ 61 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

Godhra LCB arrested 6 people for gambling
જુગારી

By

Published : May 3, 2020, 10:17 AM IST

પંચમહાલ: લોકડાઉન દરમિયાન જુગાર રમતા 6 લોકોની ગોધરા LCBએ ધરપકડ કરી હતી. હાલ લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરમાં રહીને વિવિધ કાર્યો કરતા હોય છે. જેમાં ઘણા લોકો સેવા તો ઘણા કાળા કામ કરી રહ્યા છે.

6 શ્રીમંત શકુનિઓ ઝડપાયા

ગોધરા LCB શાખાને અંગત બાતમી મળી હતી કે, ગોધરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના મકાન નંબર 16માં ઉપરના માળે સોસાયટીના જ અમુક નબીરાઓ ગંજીપતાનો જુગાર રમી રહ્યા છે.

આ અંતર્ગત ગોધરા LCBના પીઆઈ ડી એન ચુડાસમા પોતાની ટીમ લઈને રોયલ રેસિડેન્સી ખાતે પહોંચીને મકાન નંબરને ઘેરી લઈ ઉપર ના માળેથી 6 ખાનદાની નબીરાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા.

61 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત 61 હજાર જેટલી મત્તા કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ખાનદાની નબીરાઓ જુગાર રમતા પકડાતા ગોધરામાં રોયલ સોસાટીમાંથી રોયલ જુગાર ઝડપાયો એવી વાતો વહેતી થઈ હતી.

ખાનદાની નબીરાઓના નામ

  1. અર્જુન જેઠાનંદ ખીમાની
  2. કિરીટ બાબુલાલ ડબગર
  3. કમલેશ મોહન ભાઈ હરવાણી
  4. ચંદ્રકાંત રૂપચંદ ભોજવાણી
  5. જયેશ પ્રેમચંદ ખીમાની
  6. નરેશ મુરલીધર લુધિયાની

ABOUT THE AUTHOR

...view details